Home /News /eye-catcher /એક સમયે પુરની ભયંકર આપત્તિથી પીડાતું હતું નેધરલેન્ડ, હવે બનાવી દીધા પાણીમાં તરતા ઘર!

એક સમયે પુરની ભયંકર આપત્તિથી પીડાતું હતું નેધરલેન્ડ, હવે બનાવી દીધા પાણીમાં તરતા ઘર!

એક શહેરમાં સમુદ્ર પર વિશાળ દરવાજો છે. જે દરિયાના પાણીને રોકવાનું કામ કરે છે.

એક શહેરમાં સમુદ્ર પર વિશાળ દરવાજો છે. જે દરિયાના પાણીને રોકવાનું કામ કરે છે.

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસુ જમાવટ કરી રહ્યું છે. બિહારના કેટલાક વિસ્તારોમાં પૂર આવી ગયા છે. આગામી 72 કલાક માટે હવામાન વિભાગને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. દેશમાં દર વખતે આવી સ્થિતિ સર્જાય છે. કેટલાક રાજ્યોમાં પૂર ખૂબ તારાજી સર્જે છે. બીજી તરફ પૂર સામે લડવા માટે નેધરલેન્ડ દ્વારા ઉકેલ શોધી લેવાયો છે. અત્યાર સુધી આ દેશ પણ પાણીની સમસ્યા સામે ઝઝૂમતો હતો, હવે દુનિયા આ દેશ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખી રહી છે.

પૂરમાં હજારો લોકોના મોત થતા હતા

આ દેશ પર પૂરનો ખતરો હંમેશા તલવારની જેમ લટકતો હતો. જેના ઉકેલ માટે પ્રયાસો ઘણા સમયથી થઇ રહ્યા હતા. જોકે, 1953 બાદ આ પ્રયત્નો વધુ ઝડપથી થવા લાગ્યા હતા. 1953માં વરસાદના પાણીમાં 600 ચોરસ માઈલ જેટલો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે લગભગ 2000 લોકોના મોત નિપજ્યા હતા. અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારબાદ ફ્લડ ડિફેન્સ સિસ્ટમ પર કામ કરવાની ઝડપ વધી હતી. પૂરનો ખતરો કઈ રીતે ઓછો થાય તે બાબતે વિજ્ઞાનિકો સાથે સામાન્ય લોકો પણ પ્રયાસ કરવા લાગ્યા હતા.

અમદાવાદ જ્વેલર્સમાં દંપતીનો લૂંટનો પ્રયાસ: પતિ સિલાઇકામ કરતો હોવાથી બાઇકની નંબર પ્લેટ છૂપાવવા માટે કર્યું ગજબનું તિકડમ

ખૂબ સંવેદનશીલ દેશ

ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડનો 25 ટકા ભાગ સમુદ્ર તળથી નીચે છે. આ ક્ષેત્રમાં દેશની 20 ટકાથી વધુ વસ્તી વસે છે. આ દેશનો અડધો ભાગ સમુદ્ર સપાટીથી થોડા જ મીટર ઊંચો છે. આવી સ્થિતિમાં અહીં હંમેશા પૂર આવવાનું જોખમ રહે છે. તેને રોકવા માટે દેશમાં બીચ પર પાળીઓ બાંધવામાં આવી હતી. રોટરડેમ શહેરમાં સમુદ્ર પર વિશાળ દરવાજો છે. જે દરિયાના પાણીને રોકવાનું કામ કરે છે. અહીં એકઠા થતા પાણીમાં વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે.

Ask The Doctor: કોરોનાગ્રસ્ત બાળકની સંભાળ લેતી વખતે માતાએ પોતાનું રક્ષણ કઈ રીતે કરવું?

આવી રીતે બહાર કઢાય છે પાણી

નેધરલેન્ડની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી છે. જે 17મી સદીમાં બનાવવામાં આવી હતી. આ ડ્રેનેજ સિસ્ટમની સતત જાળવણી થાય છે. આ ડ્રેનેજ સિસ્ટમની દેખરેખ પાલિકા કરે છે. જેથી તેના પર નજર રાખવામાં આવે અને તેનું સમારકામ કરી શકાય. ચોમાસાની ઋતુ પહેલા જ તેઓ સક્રિય થઈ જાય છે. ડ્રેનેજની જાળવણી કરવાનું શરૂ કરે છે. શહેરમાં પાણી ભરાયા તો તેને દૂર કરવા માટે પમ્પિંગ સિસ્ટમ છે. પવનચક્કી જેવા દેખાતા આ પમ્પિંગ સિસ્ટમ્સ શહેરમાંથી પાણી ઉલેચી નદીઓ અને નહેરોમાં છોડી દે છે, જેથી ખેતી થઈ શકે.

આર્ટિફિશિયલ મોજા કરાયા તૈયાર

વરસાદ દરમિયાન દરિયાના મોજા તોફાની થઈ જાય છે. જેને નિયંત્રિત કરવા માટે નેધરલેન્ડમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અહીં વિશ્વનું સૌથી મોટું આર્ટિફિશિયલ મોજુ તૈયાર કરાયું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ મોજુ તૈયાર કરવાની આ પદ્ધતિને ડેલ્ટા ફ્યુમ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ મસમોટા મોજાને કંટ્રોલ કરવા માટે થાય છે. હાઇડ્રોલિક ટેકનોલોજી આધારિત આ મશીન 90 લાખ લીટર પાણીને એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. તોફાન પૂરું થાય એટલે આ પાણીનો ઉપયોગ ડેમના માધ્યમથી થાય છે.

વડોદરા: કોરોના રસી અને માસ્ક અંગે ભ્રામક અફવાઓ ફેલાવતી ટોળકી ઝડપાઇ, લોકોને આ રીતે કરતા હતા ગુમરાહ

ઘરે ઘરે વૃક્ષો, છોડની વાવેતર

ટેકનોલોજીના ઉપયોગની સાથે આ દેશની સરકાર લોકોને પણ પૂર કંટ્રોલના ઉપાય અજમાવવા અપીલ કરી રહી છે. પરિણામે અહીં દરેક ઘરની આજુબાજુ ઘણા વૃક્ષો અને છોડ છે. જે પૂર દરમિયાન જમીનની પાણી શોષી લેવાની ક્ષમતામાં વધારો કરે છે. આ સાથે નેધરલેન્ડ્સમાં તરતા મકાનો પણ બનાવવામાં આવ્યા છે. તમને એમ્સ્ટરડેમથી લાગોસ સુધીના લાકડાના આ મકાનો જોવા મળશે.

તરતા મકાનો બને છે

તરતા મકાનમાં બેઝ સિમેન્ટનો હોય છે. આવ મકાન પાણીમાં ડૂબે નહીં તે માટે અંદર સ્ટીરોફોમ ભરેલું રહે છે. આ ઉપરાંત પૂર આવે તેવી દહેશત ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને ઉપરની તરફ આવવાનો વિકલ્પ સરકાર આપે છે. પરંતુ દેશનો અડધો ભાગ જ પૂર સામે સંવેદનશીલ છે અને સમુદ્ર સપાટીથી ઉપર વધુ વિકલ્પ નથી. તેથી લોકો જયાંના ત્યાં રહીને પૂરથી બચવાના પગલાં લે છે.
" isDesktop="true" id="1109080" >અન્ય દેશો પણ છે આગળ

નેધરલેન્ડની જેમાં પશ્ચિમના અન્ય દેશો પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. જાપાનમાં ટોક્યોના શોવા અને કાસૂકાબે, સાઈતામા વચ્ચે વિશ્વની સૌથી મોટી અંડરગ્રાઉન્ડ ફ્લડ વોટર ડાઈવર્જન ફેસીલીટી તૈયાર કરવામાં આવી છે. જેથી દર સેંકન્ડે આશરે 200 ટન વજનવાળા પાણીનો નિકાલ શકાય છે. આવી જ રીતે લંડનમાં થેમ્સ નદી પર મીકેનિકલ બેરિયર બનેલું છે. જે શહેરને પૂરથી બચાવે છે.
First published:

Tags: Floods, OMG, ચોમાસુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन