સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં તમને ખુબ રસપ્રદ વીડિયો જોવા મળી જશે. પરંતુ, અમે તમને અહીં એક ખાસ વીડિયો બતાવી રહ્યા છે, જેણે દરેકને દિવાના કરી દીધા છે. એક એવી વીડિયો ક્લિપ જેને જોઈ તમે ખુશ પણ થશો, અને જો તમે એક માતા કે પિતા હોય તો, તમારા બાળકના બાળપણની યાદ પણ આવી જશે.
આ વીડિયોમાં બે પ્રકારના કિરદાર છે, એક બાપ અને તેમની એક વર્ષની નાની દીકરી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ 30 સેકન્ડના આ વીડિયોમાં એક પ્યારી બાળકી પોતાના પિતાના હાથમાં છે.
પાપા ખુદ આઈસ્ક્રિમ ખાઈ રહ્યા છે. પરંતુ, બાળકીને નથી ખવડાવી રહ્યા. બાળકીને એ અહેસાસ થઈ જાય છે કે, પાપા આઈસ્ક્રિમ ખાઈ રહ્યા છે. પછી શું થયુ... બાળકીએ ધડાધડ પાપાના ગાલ પર થપ્પડ ફટકારી દીધા.