Home /News /eye-catcher /Valentine Dayના 3 દિવસ પહેલા ધરતી પર આવી શકે છે તબાહી! NASAએ જારી ચેતવણી
Valentine Dayના 3 દિવસ પહેલા ધરતી પર આવી શકે છે તબાહી! NASAએ જારી ચેતવણી
Valentine Dayના 3 દિવસ પહેલા ધરતી પર આવી શકે છે તબાહી! NASAએ જારી ચેતવણી
નાસા (NASA)એ જાહેરાત કરી છે કે વેલેન્ટાઇનના ત્રણ દિવસ પહેલા 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની ખૂબ નજીકથી એક વિશાળકાય એસ્ટરોઇડ (Huge Asteroid To Cross Earth) પસાર થશે. નાસાએ આ ગ્રહને સંભવિત ખતરનાક (Potentially Hazardous) ગણાવ્યો છે.
પૃથ્વી (Earth) પર દિવસે દિવસે ઘણા એસ્ટરોઇડ (Asteroid) એટેક અંતરિક્ષમાંથી તૂટીને પડી રહ્યાં છે. તેમાંથી કેટલાક અત્યંત નાના હોય છે. તો કેટલાક સીધા સમુદ્રમાં પડી જાય છે. પરંતુ ઘણી વખત કેટલાક મોટા ગ્રહો પણ પૃથ્વી પર પડે છે. તેમના કારણે જે વિનાશ આવી શકે છે તે કલ્પના બહારની વાત છે. જો ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે આ પહેલા જ્યારે મહાકાય એસ્ટરોઇડ પૃથ્વી (Huge Asteroid To Cross Earth) સાથે અથડાયો ત્યારે ડાયનાસોર પૃથ્વી પરથી ખતમ થઇ ગયા હતા.
હવે નાસા (Nasa)એ કહ્યું છે કે 11 ફેબ્રુઆરીએ એક નાનો ગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. જો તે પૃથ્વી સાથે અથડાય તો વિનાશ થશે. આ એસ્ટરોઇડનું કદ અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતા ઘણું મોટું છે. તે ફક્ત થોડા અઠવાડિયામાં પૃથ્વીની નજીક આવી જશે. તેને 138971 (2001 CB21) નામ આપવામાં આવ્યું છે.
નાસાએ પણ તેને સંભવિત ખતરાઓમાં ગણ્યું છે. તેની પહોળાઈ 4 હજાર 2 સો અને 65 ફૂટ છે. તેને નાસાએ પૃથ્વીની સૌથી નજીકથી પસાર થતા એસ્ટરોઇડ્સની યાદીમાં સ્થાન આપ્યું છે. તે પૃથ્વીની સૌથી નજીકનો એસ્ટરોઇડ્સમાંથી એક છે, પરંતુ હકીકતમાં તે પૃથ્વીથી ત્રણ મિલિયન માઇલ દૂરથી પસાર થશે.
આ એસ્ટરોઇડનું સૌપ્રથમ અવલોકન 21 ફેબ્રુઆરી, 1900ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારથી, તે લગભગ દર વર્ષે સૌરમંડળની નજીકથી પસાર થાય છે. આ પહેલા આ ગ્રહ છેલ્લે 18 ફેબ્રુઆરી 2021ના રોજ જોવા મળ્યો હતો. તે પહેલા 2011માં અને પછી 2019માં જોવા મળી હતી. નાસાએ હજુ સુધી એ નથી જણાવ્યું કે તે ક્યાંથી પસાર થશે, પરંતુ તેણે કહ્યું છે કે તે 11 ફેબ્રુઆરીએ અને પછી 24 એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે.
આ પછી, છોદ્રગ્રહ સીધા જાન્યુઆરી 2024માં, ત્યારબાદ જૂનમાં અને પછી ડિસેમ્બરમાં જોવા મળશે. નાસાની ગણતરી મુજબ 11 ઓક્ટોબર, 2194 સુધીમાં આ લઘુગ્રહ પૃથ્વી નજીકથી પસાર થશે. જણાવી દઈએ કે આવા ઘણા એસ્ટરોઇડ છે, જે પૃથ્વીની નજીકથી પસાર થાય છે પરંતુ તેના વિશે કોઈ જાણકારી નથી. આવી સ્થિતિમાં નાસાએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે આ સમસ્યાનો અંત લાવશે. જો કે આવા લઘુગ્રહોની માહિતી જાણી ન શકાય, જો તે આકસ્મિક રીતે પૃથ્વી સાથે અથડાય તો વિનાશ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં આ ગ્રહો પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર