પૃથ્વી પર આવી રહી છે આફત, NASAએ જાહેર કરી ચેતવણી!

News18 Gujarati
Updated: January 16, 2019, 7:35 AM IST
પૃથ્વી પર આવી રહી છે આફત, NASAએ જાહેર કરી ચેતવણી!
News18 Gujarati
Updated: January 16, 2019, 7:35 AM IST
અનેક રહસ્યોથી ભરપૂર આપણા બ્રહ્માંડમાં દર સેકન્ડે કાઇક બદલાવો થઇ રહ્યાં છે, આપણા વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી રહ્યાં છે, કારણે તેઓનું માનવું છે કે આવનારા વર્ષોમાં પૃથ્વી પર અનેક મુસીબતો આવનારી છે, કદાચ એવું પણ બને કે પૃથ્વી પર જીવનનો અંત આવી શકે છે. આ અંત થવાનું કારણ ઉલ્પાપિંડ હોઇ શકે છે. નાસાએ આવા જ બ્રહ્માંડમાં બે ઉલ્પાપિંડ અથડાવાની શક્યા છે, આ અથડામણના ટૂકડા પૃથ્વી પર પડી શકે છે.

અહીં ક્લિક કરી વાંચો જબરદસ્ત સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Honor 10 Lite

નાસાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી વેબસાઇટ પ્રમાણે હાલમાં જ એક મહાકાય ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થયું છે. નાસા પ્રમાણે તેનાથી પૃથ્વીને કોઇ ખતરો હતો નહીં, પરંતુ તેમને ભવિષ્યને લઇને ચિંતા થઇ રહી છે. A3 નામનું આ ઉલ્કાપિંડ પૃથ્વીથી 32 લાખ કિલોમીટરના અંતરથી પસાર થયું પરંતુ આગામી સદીમાં આપણે તેનાથી બચી શકીશું નહીં. નાસા પ્રમાણે 32 લાખ કિલોમીટર સાંભળવામાં ખૂબ જ વધારે લાગે છે. પરંતુ અંતરિક્ષની ભાષામાં તે ખૂબ જ ઓછો સમય માનવામાં આવે છે. હજારો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પસાર થતાં એસ્ટ્રોયડ માટે આ અંતર થોડાં જ કલાકોનું હોય છે.

આ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થયું ત્યારે તેની ઝડપ 4.82 કિલોમીટર પ્રતિ સેકેન્ડ હતી. આ વખતે તો આપણે આ ઉલ્કાપિંડથી બચી ગયા છીએ, પરંતુ ભવિષ્યમાં આવું ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાશે અને મનુષ્યોનું જીવન મુશ્કેલીમાં મુકાશે. આવા ઉલ્કાપિંડ એટલાં મોટાં હોઇ શકે છે કે, એક જ ઝાટકામાં અનેક શહેર અને રાજ્ય બરબાદ થઇ શકે છે.

નાસાના એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ઉલ્કાપિંડની સાઇઝ લગભગ 490 ફૂટ છે. એટલે એક ઉલ્કાપિંડ લગભગ 50 સ્કૂલ બસ બરાબર છે. જો હજારો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવું ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાય, તો વિનાશની કલ્પના કરી શકાય નહીં. નાસાએ જણાવ્યું કે, પૃથ્વીની આસપાસ ફરતાં કોઇપણ ઉલ્કાપિંડ જો 140 મીટરથી મોટાં છે, તો તે આખા વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે.
First published: January 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...