ચંદ્ર (Moon)ને બીજી પૃથ્વી બનાવવા માટે આપણે સતત પ્રયાસો કરી રહ્યા છે. તે વચ્ચે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (US Space Agency NASA)ની તરફથી આજ અંતર્ગત એક ખાસ કૉમ્પીટિશન શરૂ કરવામાં આવ્યું છે. આ કૉમ્પિટીશનમાં નાસા (NASA)એ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ચંદ્ર પર સ્થાઇ ટોયલેટ (Lunar Loo Challenges)ની ડિઝાઇન બનાવાની ચેલેન્જ આપી છે. ચંદ્ર પર ટૉયલેટની ડિઝાઇનને કૉમ્પિટિશનને જીતનારને નાસાની તરફથી ઇનામ આપવામાં આવશે.
નાસા Artemis Mission હેઠળ ચંદ્ર પર 2024 સુધી બેસ તૈયાર કરવાની યોજના પર કામ કરી રહી છે. આ મિશન માટે નાસાએ ચંદ્ર પર ટોયલેટની જરૂર પડશે. આ જ કારણે નાસા દ્વારા ઇનોવેટિવ ડિઝાઇન શોધવા માટે આ કૉમ્પીટિશન શરૂ કરવામાં આવ્યું છે. અને જે પણ વૈજ્ઞાનિક કે એન્જિનિયરની ડિઝાઇન નાસા દ્વારા સેલેક્ટ કરવામાં આવશે તેને 26.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે.
Just launched: the Lunar Loo Challenges! Be a part of history by designing the toilet astronauts will use during future missions on the moon & Mars. Learn how NASA is #crowdsourcing human waste disposal concepts & how you or your kids can get involved: https://t.co/o15GxUMVM9pic.twitter.com/wI7Gae2PwY
ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર ધરતી જેવું ગુરુત્વાકર્ષણ બળ નથી. તેવામાં ચંદ્ર પર દરેક વસ્તુ હવામાં ફરે છે. આ કારણે ત્યાં ટૉયલેટ બનાવવું નાસા માટે એક મોટો પડકાર સમાન છે. અત્યાર સુધી અંતરીક્ષ યાત્રી એડલ્ટ ડાઇપર્સનો ઉપયોગ કરતા હતા. અને તેને પોતાની બેગમાં જ રાખતા હતા. 1975માં નાસાએ અપોલો મિશન પછી સામે આવેલી એક રિપોર્ટમાં કહ્યું હતું કે Defecation and Urination અંતરીક્ષમાં એક ચિંતાનો વિષય છે.
વધુ વાંચો :
નાસા દ્વારા ચંદ્ર પર ટોયલેટની ડિઝાઇન બનાવવા માટે એક ખાસ ગાઇડલાઇન પણ જાહેર કરી છે. આ ગાઇડલાઇન મુજબ ટૉયલેટની ડિઝાઇન બનાવતી વખતે આ ગાઇડલાન્સનું પણ ધ્યાન રાખવું પડશે.
1. ટૉયલેટમાં Micro-Gravity અને Lunar Gravity પર કામ કરતું હોવું જોઇએ.
2. તેનું દ્વવ્યમાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં 15 કિલોથી ઓછું હોવું જોઇએ.
ત્યારે હવે આ માટે કેવી ડિઝાઇન લોકો બનાવશે તે જાણવાની ઉત્સુકતા રહેશે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર