અવકાશ નાસાની નજરે, જુઓ ટેલિસ્કોપથી લેવાયેલી સૌથી તેજસ્વી અને મોટા તારાઓની તસવીરો

  • Share this:
ઇન્સ્ટાગ્રામ પર નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન્સ હબલ ટેલિસ્કોપ હેન્ડલની મુલાકાત લેવા જેવી છે. જો તમને ઇન્સ્ટાગ્રામ પર જેવા તેવા ફોટા જોઈને કંટાળો આવે તો આ હેન્ડલ પર જઈ તમે ટેલિસ્કોપમાંથી જોવા મળતા બ્રહ્માંડના અલભ્ય દ્રશ્ય સાક્ષી બની શકશો.

આ અઠવાડિયાની શરૂઆતમાં નાસા હબલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલે વેસ્ટરલંડ 2ની એક આકર્ષક તસવીર શેર કરી છે. જેમાં કેટલાક ચમકતા નવા તારાઓના ક્લસ્ટર જોવા મળે છે.

આ ચિત્રમાં મિલ્કી વાઇટ, ગોલ્ડન ઓરેન્જ અને પીચ-બ્લેક ગેલેક્ટીક તરંગોના સ્ટ્રોક સાથે ધૂળ અને ગેસના વિશાળ વાદળોનું મિશ્રણ જોવા મળ્યું છે. તેના કેપ્શનમાં નાસાએ આ ચિત્રમાં આકાશગંગાના કેટલાક સૌથી ગરમ, તેજસ્વી અને મોટા તારાઓ હોવાનું સમજાવ્યું હતું. વેસ્ટરલંડ 2 કેરીના કોન્સટલેશન પર સ્થિત છે. જે પૃથ્વીથી આશરે 20,000 પ્રકાશ-વર્ષ દૂર અને એકથી બે મિલિયન વર્ષ જૂની હોવાનું અનુમાન છે.

નાસાના જણાવ્યા અનુસાર, હબલ સ્પેસ ટેલિસ્કોપમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટામાં વાદળો જોવા મળે છે. જ્યાં તારાનું નિર્માણ થઈ રહ્યું છે. એક્સ-રેના રૂપમાં હાઈ એનર્જી રેડિએશન હોવા છતાં કોસ્મિક ધુમ્મસને ભેદીને નાસાના ચંદ્ર એક્સ-રે ઓબ્સર્વેટરી દ્વારા તે શોધી કઢાયું છે.


આ ફોટા પર યૂઝરે કોમેન્ટ કરી છે કે, વાહ તે ખૂબ સુંદર છે. જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, સુંદર. હબલ હંમેશાં અમેઝિંગ છે.

આ ફોટો 23 એપ્રિલ 2015ના રોજ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ભ્રમણકક્ષામાં હબલની 25મી વર્ષગાંઠ ઉજવવાના હેતુથી ફોટો જાહેર કરાયો હતો. સદીના એક ક્વાર્ટર જેટલા સમય સુધી કાર્યરત હબલે ઘણી નવી શોધ, અદભૂત તસવીરો શેર કરી હતી તેમજ વિજ્ઞાનિકને વિજ્ઞાનિક માહિતી પુરી પાડી હતી.

નાસાએ જાહેર કર્યા મુજબ, આ તસવીરના મધ્ય ભાગમાં સ્ટાર ક્લસ્ટર છે. જે સર્વેના એડવાન્સ્ડ કેમેરા દ્વારા લેવામાં આવેલા વિઝીબલ-લાઈટ ડેટા અને વાઇડ ફીલ્ડ કેમેરા 3 દ્વારા લેવામાં આવેલા ઇન્ફ્રારેડ એક્સપોઝર સાથે બ્લેન્ડ કરાયેલા છે. જ્યારે આજુબાજુના ક્ષેત્રમાં સર્વે માટેના અદ્યતન કેમેરા દ્વારા લેવામાં આવતા વિઝીબલ-લાઈટ ઓબસર્વેશન સામેલ છે.

બ્રહ્માંડમાં કેટલાક નેબ્યુલા સુપરનોવા વિસ્ફોટ જેવા મૃત્યુ પામતા તારામાંથી નીકળતા ગેસ અને ધૂળના કારણે આવે છે. આ દરમિયાન અન્ય નેબ્યુલા એવા સ્થળ છે જ્યાં તારા બનવા લાગ્યા છે. જેથી કેટલીક નેબ્યુલાને સ્ટાર નર્સરી પણ કહેવાય છે. આપણી આકાશ ગંગાની આવી જ એક નર્સરી વેસ્ટરલંડ 2 છે.
Published by:kuldipsinh barot
First published: