Home /News /eye-catcher /

NASA પૂજારીઓની ભરતી કરી રહ્યું છે, અંતરિક્ષના વિશેષ મિશન માટે પડશે જરૂર

NASA પૂજારીઓની ભરતી કરી રહ્યું છે, અંતરિક્ષના વિશેષ મિશન માટે પડશે જરૂર

NASAમાં અત્યારે પૂજારીઓની ભરતી કરવામાં આવી રહી છે. (ફાઈલ તસવીર)

NASA Hiring Priests : અમેરિકન સ્પેસ એજન્સી NASA અન્ય વિશ્વો અને એલિયન્સના રહસ્યને (Mystery of Aliens) ઉકેલવા માટે પૂજારીઓ(NASA hiring priests for alien hunting)ની મદદ લેવાની યોજના ધરાવે છે. આ માટે ખાસ પૂજારીઓને પણ રાખવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ ...
    પૃથ્વી પરના લોકો હંમેશા અન્ય વિશ્વ અને ત્યાં રહેતા એલિયન્સ સાથે સંબંધિત રહસ્યો (Mystery of Alien) વિશે ઉત્સુક હોય છે. આ રહસ્યને જાણવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ (NASA) હવે વિજ્ઞાનની સાથે પુરોહિતોની મદદ લેવાનું નક્કી કર્યું છે. નાસા હવે એલિયન્સ સાથે સંપર્ક કરવા માટે પૂજારીઓની (NASA Hiring Priests) ભરતી કરી રહ્યું છે.

    નાસા એલિયન્સ સાથે સંપર્કને લઈને ખૂબ જ ગંભીર છે અને તે આ માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિક મિશનની સાથે, નાસા ધર્મશાસ્ત્રીઓની પણ મદદ લેશે. નાસા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે દુનિયાના અલગ-અલગ ધર્મોમાં એલિયન્સ વિશે પૃથ્વીના જીવોના અલગ-અલગ ધર્મોની વિચારધારા શું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં અલગ-અલગ ધર્મના પૂજારીઓને સામેલ કરવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: OMG! ફેવરેટ સિંગર જેવા દેખાવા માટે માણસે 30 વખત કરાવી surgery, 7 લાખ રૂ.નો કર્યો ધુમાડો

    તમને સાંભળીને થોડું વિચિત્ર લાગશે કે નાસા 24 ધર્મશાસ્ત્રીઓને તેના એલિયન હન્ટિંગ મિશનનો (Alien Hunting Mission) એક ભાગ બનાવી રહ્યું છે. કોલિન્સ શબ્દકોશ મુજબ, ધર્મશાસ્ત્રીઓ તે છે જેઓ ભગવાન, ધર્મ અને ધાર્મિક માન્યતાઓનો અભ્યાસ કરે છે. બ્રિટનના જાણીતા પાદરી ડૉક્ટર એન્ડ્ર્યુ ડેવિસનને પણ આ ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. તેણે બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટનો અભ્યાસ પણ કર્યો છે. ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, યુરોપિયન સ્પેસ એજન્સી રોઝીલેન્ડ ફ્રેન્કલિન રોવર આવતા વર્ષથી મંગળની સપાટી પર ડ્રિલિંગ શરૂ કરશે, જેથી ત્યાં અવશેષો શોધી શકાય.

    આ પણ વાંચો: એક સમયે બાળકોની ગિફ્ટ લેવાના પણ ફાંફા હતા, વિચિત્ર વ્યવસાય પસંદ કરી માતા બની ગઈ કરોડપતિ

    રેવ. ડૉ. ડેવિસનનું પુસ્તક, એસ્ટ્રોબાયોલોજી એન્ડ ધ ક્રિશ્ચિયન ડોક્ટ્રિન, પ્રશ્ન ઊભો કરે છે: શું ઈશ્વરે બ્રહ્માંડમાં અન્યત્ર જીવનનું સર્જન કર્યું હશે? તેઓએ એ પણ ચર્ચા કરી છે કે જ્યારે બ્રહ્માંડમાં આકાશગંગામાં 100 અબજથી વધુ તારાઓ અને સેંકડો અબજો તારાવિશ્વો છે, તો પછી પૃથ્વી સિવાય ક્યાંય જીવન શા માટે અસ્તિત્વમાં નથી? આ બાબતોને આધાર તરીકે ધ્યાનમાં લઈને, નાસા હવે એલિયન્સને શોધવા અને સંપર્ક કરવાના મિશનમાં વ્યસ્ત છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Nasa, Science News, Space Station

    આગામી સમાચાર