NASA એ શોઘી લીઘી Alienની 5000 જુદી જુદી દુનિયા, સૌરમંડળની બહાર પણ છે હાજરી
NASA એ શોઘી લીઘી Alienની 5000 જુદી જુદી દુનિયા, સૌરમંડળની બહાર પણ છે હાજરી
આપણા સૌરમંડળમાં સમાવિષ્ટ ગ્રહો સિવાય 5000 થી વધુ ગ્રહો અવકાશમાં હાજર
NASAએ પુષ્ટિ કરી છે કે આપણા સૌરમંડળમાં સમાવિષ્ટ ગ્રહો સિવાય (There are more than 5000 worlds beyond solar system) અવકાશમાં 5000 થી વધુ ગ્રહો (Space Exploration) છે જેનું પોતાનું અલગ વિશ્વ છે. અવકાશ વિશે આ એક મોટી શોધ છે.
માનવીઓ એલિયન્સ (Alien World) વિશે ઘણું જાણવા અને સમજવા માંગે છે. ક્યારેક તમારા મનમાં આ વિચાર આવ્યો જ હશે કે આખરે એલિયન્સની કેટલી દુનિયા (NASA Claims 5000 Alien Worlds) હોઈ શકે? તે કયા ગ્રહો પર હશે? તો તેનો જવાબ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ શોધી કાઢ્યો છે. નાસા જે ઘણા વર્ષોથી આ શોધમાં છે, તેમણે હવે પુષ્ટિ કરી છે કે સૂર્યમંડળ સિવાય, અવકાશમાં આવા 5000 વિશ્વ છે (How Many Alien Worlds Are in Universe) જેના વિશે આપણે જાણતા પણ નથી.
નાસાએ ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS)ની મદદથી આ શોધી કાઢ્યું છે. આ બધા ગ્રહો અથવા વિશ્વો આપણા સૌરમંડળ અથવા આકાશગંગાની બહાર અસ્તિત્વ ધરાવે છે, તેથી જ તેમને એક્સોપ્લેનેટ કહેવામાં આવે છે. આ બધા TESS ની મદદથી મળી આવ્યા હોવાથી તેને ટેસ ઓબ્જેક્ટ્સ ઓફ ઈન્ટરેસ્ટ કહેવામાં આવે છે.
હવે વૈજ્ઞાનિકો વિગતવાર અભ્યાસ કરશે
સૌરમંડળમાં કુલ 65 ગ્રહો જોવામાં આવ્યા છે, જેને નાસા એક્સોપ્લેનેટ આર્કાઇવમાં રાખવામાં આવ્યા છે. તે કોસ્મિક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તેમાંનો દરેક એક્સોપ્લેનેટ પોતાનામાં એક વિશ્વ છે. એક્સોપ્લેનેટ આર્કાઇવ સાયન્સના વડા જેસી ક્રિશ્ચિયનસેને કહ્યું કે આ ખૂબ જ રોમાંચક છે અને અમે આ બધા વિશે જાણવા માંગીએ છીએ. આ પહેલા પણ નાસાને 90ના દાયકામાં એક્સોપ્લેનેટ મળી ચૂક્યા છે.
વિશ્વમાં 5000 એલિયન્સ વસે છે
અવકાશ ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ ગણી શકાય જેના પણ હજુ પણ સંશોઘનો ચાલુ છે. નાસાએ કહ્યું કે વર્ષ 2019માં 4000 એક્સોપ્લેનેટ મળી આવ્યા હતા અને હવે આ સંખ્યા 5000 પર પહોંચી ગઈ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો એવી દુનિયામાં જાણવા માગે છે કે તે જીવવા યોગ્ય છે કે નહીં.
તાજેતરમાં, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહો વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આ પહેલા સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ, કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ અને ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ દ્વારા હજારો નવી દુનિયાની શોધ કરવામાં આવી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર