Home /News /eye-catcher /

વિચિત્ર ઘટનાઃ સેક્સ દરમિયાન મહિલાએ યુવકના હાથ ખુરશી સાથે બાંધ્યા, યુવકનું થયું મોત, પોલીસે મહિલાની પકડી

વિચિત્ર ઘટનાઃ સેક્સ દરમિયાન મહિલાએ યુવકના હાથ ખુરશી સાથે બાંધ્યા, યુવકનું થયું મોત, પોલીસે મહિલાની પકડી

પ્રતિકાત્મક તસવીર

મહિલા એક બાળકની માતા પણ હતી. ગુરુવારની રાત સાથે વિતાવવા માટે મહિલા અને યુવક એક લોજમાં રોકાયા હતા.

    નાગપુરઃ મહારાષ્ટ્રમાં (Maharashtra) નાગપુરમાં (Nagpur) 30 વર્ષના યુવકનું મોત થયું હતું. જેને મહિલાએ સેક્સ દરમિયાન ખુરશી સાથે બાંધી દીધો હતો. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા પરિણીત (Married woman) છે અને તેનું આ યુવક સાથે અફેર ચાલી રહ્યું હતું. મહિલા એક બાળકની માતા પણ હતી. ગુરુવારની રાત સાથે વિતાવવા માટે મહિલા અને યુવક એક લોજમાં રોકાયા હતા.

    ન્યૂઝ એજન્સી પ્રમાણે પોલીસ અધિકારીએ જણાવ્યું કે નાગપુરના ખાપરખેડાના એક લોજમાં શુક્રવારે યુવકનું મોત થયું હતું. મહિલા અને યુવક છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. મહિલાએ નાયનોલની દોરીથી યુવકના હાથ ખુરશી સાથે બાંધ્યા હતા. રોમાંસ મેળવવા માટે કથિત રીતે મહિલાએ એક બીજી દોરી યુવકના ગળામાં પણ બાંધી હતી.

    પોલીસ અધિકારી પ્રમાણે યુવક બાંધેલી સ્થિતિમાં હતો અને આ દરમિયાન મહિલા વોશરૂમ ગઈ હતી. ત્યારે જે ખુરશી સાથે યુવકને બાંધ્યો હતો તે ખુરશી લપસી ગઈ હતી. જેના કારણે યુવકના ગળામાં બાંધેલી દોરી વધારે કસાઈ હતી. જેના કારણે યુવકને ગળે ટૂંપો આવ્યો હતો અને તેનું શ્વાસ રૂંધાવાના કારણે મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોઃ-

    જ્યારે મહિલા રૂમમાં પાછી આવો તો તેનો પાર્ટનર જમીન ઉપર અચેત પડેલો હતો. ત્યારબાદ તેણે તરત મદદ માટે રૂમ સર્વિસને બોલાવ્યો હતો. રૂમ સર્વિસના સ્ટાફે યુવકની દોરી ખોલી અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

    આ પણ વાંચોઃ-

    ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને વધારે પૂછપરછ શરૂ કરી હતી. બીજી તરફ પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસેનું કહેવું છે કે મહિલાએ યુવક સાથે પોતાના આડા સંબંધ હોવાની વાતને સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ 2018માં ભારતમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ગુનોં નથી.





    પોલીસે યુવકના મોત અંગે દુર્ઘટનાનો કેસ નોંધ્યો હતો. પોલીસે લોઝના સ્ટાફ, વેટર અને અન્ય લોકોના નિવેદન રેકોર્ડ પણ કર્યા હતા. અને યુવક અને મહિલા બંનેના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: નાગપુર, મહારાષ્ટ્ર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन