Home /News /eye-catcher /Age Is Just a Number : નાગિન ડાન્સનો આ વિડીયો જોઇને હસીને થઇ જશો લોટપોટ

Age Is Just a Number : નાગિન ડાન્સનો આ વિડીયો જોઇને હસીને થઇ જશો લોટપોટ

નાગિન ડાન્સનો આ વિડીયો જોઇને હસીને થઇ જશો લોટપોટ

Nagin Dance Video:નાગિન ડાન્સનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બે વડીલો ઉત્સાહિત થઈ ગયા અને નાગિન ડાન્સ કરવા લાગે છે. તે ડાન્સમાં એટલા ખોવાઈ ગયા કે ફ્લોર પર સૂઈને ડીજેના તાલે પોતાને નાગ સમજવા લાગ્યા હતા.

    નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે. ક્યારેક ડાન્સના તો ક્યારેક માનવામાં ન આવે તેવા. આજકાલ માર્કેટમાં નાગિન ડાન્સનો એક રમૂજી વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખડખડાટ હસાવી પણ રહ્યો છે.

    અત્યાર સુધી તમે નાગિન ડાન્સ કરતાં વિડીયો તમે ઘણા જોયા હશે, પણ આવો વિડીયો પહેલાં નહી જોયો હોય. લગ્નની સિઝન આવતા જ નાગિન ડાન્સના વિડીયો જાણે ટ્રેન્ડિંગ થવા લાગે છે. નાગિન નૃત્ય એક એવું નૃત્ય છે જે લગ્ન કે સરઘસમાં ન કરવામાં આવે તો લગ્ન જાણે અધૂરા જ લાગે છે.

    આ પણ વાંચો: OMG! 67 વર્ષીય મહિલા ત્રીજી વખત બની માતા! 40 વર્ષની પુત્રીએ તોડી નાખ્યો સંબંધ

    હવે નાગિન ડાન્સનો એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બે વડીલો ખુશીમાં મગન થઈને નાગિન ડાન્સ કરવા લાગ્યા. આ વડીલો ડાન્સમાં એટલા ખોવાઈ ગયા કે ડીજે પોતાને ફ્લોર પર પડેલો નાગ સમજવા લાગ્યો.

    વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે બે વૃદ્ધ નાગને ડીજે ફ્લોર પર ડાન્સ કરતા જોઈ શકો છો. નાગિન ડાન્સ સાથેનું ગીત પણ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. બંને વડીલો તેમના નૃત્યમાં સંપૂર્ણપણે મગ્ન છે, જેમાંથી એક પોતાને સપેરા એટલેકે મદારી માની રહ્યો છે અને બીજો પોતાને નાગ માની રહ્યો છે.



    અહીં મદારી બીન બજાવી રહ્યો છે અને વૃદ્ધએ નાગિન બનીને પોતાના ડાન્સથી લોકોને હસાવી રહ્યાં છે. આ વીડિયોને જોઇને લોકો પણ ખૂબ મજા લઇ રહ્યાં છે.

    આ પણ વાંચો:  OMG: મહિલાએ પોતાના ઘરનો દરવાજો ગુલાબી રંગમાં રંગ્યો તો આપવો પડ્યો 19 લાખનો દંડ

    વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે બંને વૃદ્ધો નશામાં છે. વીડિયોમાં જોવા મળતા લોકો પણ હસીને ગાંડાતૂર થઈ ગયા છે તો વીડિયો જોનારા લોકો પણ પેટ પકડીને હસી રહ્યાં છે.

    આ વીડિયો જેકી યાદવ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર લોકો ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- લાગે છે કે તાઉ માત્ર નાગમણી લઈને જ માનશે. બીજાએ લખ્યું – નાગિન એટલો બધો ડાન્સ કર્યો કે બીન વગાડતા સપેરાની હાલત ખરાબ થઈ ગઈ.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: OMG VIDEO, Viral videos

    विज्ञापन
    विज्ञापन