Home /News /eye-catcher /

Weird: બીજી એક રહસ્યમય બીમારીની દસ્તક, દર્દી નથી રાખી શકતો પોતાના પર કાબૂ, યાદો થઈ જાય છે દૂર

Weird: બીજી એક રહસ્યમય બીમારીની દસ્તક, દર્દી નથી રાખી શકતો પોતાના પર કાબૂ, યાદો થઈ જાય છે દૂર

બીજી એક રહસ્યમય બીમારીની દસ્તક

Mystery Brain Disease: કેનેડા (canada)માં લગભગ 50 લોકોને એક વિચિત્ર રોગ (weird Disease) થયો છે જેમાં તેઓ ચાલતાં-ચાલતાં પોતાના પર કાબૂ નથી રાખી શકતા અને ક્યાંય પણ અથડાઈ જાય છે.

  કોઈપણ જીવિત વ્યક્તિ માટે સક્રિય રહેવું અને ઘણી બધી વસ્તુઓનું આયોજન કરવું એ સૌથી મોટો આનંદ (happiness) બની જાય છે. એવામાં જો અચાનક તમારા હાથ-પગ તમારા કાબૂ (Mystery Brain Disease)માંથી બહાર નીકળવા લાગે, જો તમને તમારી પોતાની ઘરગથ્થુ વસ્તુઓ અજ્ઞાત લાગશે તો તમે ચોક્કસ પણે ગભરાઈ જશો . કેનેડા (canada)માં કંઈક એવું જ થઈ રહ્યું છે જેમાં કેટલાક લોકો (Mysterious Disease Scaring People) છે જેઓ રહસ્યમય માનસિક બીમારીથી ઘેરાયેલા છે.

  સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શનની વાર્તા લાગે છે, પરંતુ કેનેડાના ન્યૂ બ્રુન્સવિક (New Brunswick, Canada)ની રહેવાસી ટેરિલિન પોરેલ (Terriline Porelle) જેવા લગભગ 50 લોકો છે, જેઓ આ રોગ સામે લડી રહ્યા છે.

  તેઓ પોતે જાણતા નથી કે તેમની સાથે આવું શા માટે થયું. સૌથી ખરાબ વાત એ છે કે તબીબી વિજ્ઞાન પાસે અત્યાર સુધી આ રોગનું કોઈ નામ કે ઇલાજ નથી. મિરરના અહેવાલ મુજબ અચાનક ફાટી નીકળેલા રોગચાળાએ પીડિતોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

  આ પણ વાંચો: Weird: 26 વર્ષની છોકરી પર Alien બનવાનું ભૂત સવાર થયું, સર્જરી કરાવીને બદલી નાખ્યો ચહેરો!

  ચાલતા ચાલતા દિવાલને અથડાઈ જાય છે દર્દીઓ
  33 વર્ષીય ટેરિલિન પોરેલને દોઢ વર્ષ પહેલાં અચાનક તેના પગમાં કંઈક ડંખ અને પીડાદાયક લાગ્યું હતું. ધીરે ધીરે દુખાવો તેમના હાથ અને પગ સુધી પહોંચ્યો અને પછી આખા શરીરને અસર કરવા લાગ્યો. એક સમયે હાઇકિંગનો શોખીન એવી ટેરેલિનને તેના રોજિંદા કામથી થાક લાગવા માંડ્યો હતો અને આ પીડા તેના જીવનનો ભાગ બની ગઈ હતી.

  આ પણ વાંચો: Weird: 800 વર્ષથી ઐતિહાસિક છિદ્ર જોવા દૂર-દૂરથી આવતા હતા લોકો, હવે થઈ રહ્યો છે છેતરાયાનો અહેસાસ

  એટલું જ નહીં, શરીર અને મનના સુમેળમાં પણ તેમને મુશ્કેલી પડવા લાગી હતી અને તેઓ ઘણીવાર ચાલતા ચાલતા ક્યારેક દિવાલ તો ક્યારેક ફર્નિચર સાથે ટકરાય જતા હતા. એટલું જ નહીં, તે પોતાના ઘરની સામાન્ય વસ્તુઓ ભૂલી જતી હતી, જેમ કે રસોડું, ગરમ પાણી અથવા બીજું કંઈ. તેઓએ ડૉક્ટરને બતાવ્યું અને ચેક-અપ કરાવ્યું, પરંતુ કશું મળ્યું નહીં. તેમને કોઈ તણાવ કે હતાશા પણ નહોતી. તે પોતાની રહસ્યમય બીમારીથી કંટાળી ગઈ હતી.

  આ પણ વાંચો: Weird World Record: દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલાવતા છૂટી જશે પરસેવો, 2 ફૂટનું છે બર્થ સર્ટિફિકેટ!

  છેવટે જ્યારે ટેરેલિને સંશોધન કર્યું ત્યારે તેને તેના જેવા વધુ 48 દર્દીઓ મળ્યા, જેમણે અચાનક આ રોગ શરૂ થયો. 34 દર્દીઓમાં ટેરેલિન જેવા જ લક્ષણો હતા. તેમાંથી કેટલાક ટેરેલિનની જેમ જ માનસિક મૂંઝવણ સામે ઝઝૂમી રહ્યા અને યાદોને ભૂલતા જઈ રહ્યા હતા. આ જ પ્રાંતમાં આ રોગના 48 દર્દીઓને મળ્યા બાદ તેઓ તેમના લક્ષણો શેર કરવાનું ચાલુ રાખે છે અને ડો. મારિયોની દેખરેખ હેઠળ તેની સામે લડવાની હિંમત આપી રહ્યા છે. જો કે, તેઓ હજી પણ તેમના રોગનું નામ જાણતા નથી અને તેની સારવાર માટે કોઈ દવા જાણતા નથી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Brain, OMG News, Weird, અજબગજબ

  આગામી સમાચાર