Home /News /eye-catcher /આ ખુરશી પર જે બેસે છે, તે જીવતું નથી રહેતું... આ શાપિત ખુરશીથી આજે પણ લોકો ભયભીત

આ ખુરશી પર જે બેસે છે, તે જીવતું નથી રહેતું... આ શાપિત ખુરશીથી આજે પણ લોકો ભયભીત

આ ખુરશી પર બેસે છે, તે જીવતું નથી રહેતું

'મોતની ખુરશી'ના નામથી ઓળખાતી આ રહસ્યમય ખુરશીની આવી ઘણી વાતો છે, જેને જાણ્યા પછી તમે ચોંકી જશો. ત્યારે ચાલો જાણીએ આ શાપિત ખુરશી વિશે, જેના પર જે પણ બેઠા હતા તે મોતને ઘાટ ઉતર્યા છે.

અજબ ગજબ: આપણી આ દુનિયા અનેક રહસ્યમયોથી ભરેલી છે. ઘણીવાર જેને લગતી ઘણી વાતો લોકોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. આજે અમે એક એવી રહસ્યમય ખુરશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ પણ તેના પર બેસે છે, તો તે કોઈને કોઈ રીતે મત્યુ પામે છે. કહેવાય છે કે, આ ખુરશી ઈંગ્લેન્ડના થર્સ્ક મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

આ ખુરશીના ડરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ડરના કારણે તેને જમીનથી કેટલાય ફૂટ ઉપર લટકાવી દેવામાં આવી છે, જેથી તેના પર કોઈ બેસી ન શકે. આ કારણોસર દેશ અને દુનિયામાં આ રહસ્યમય ખુરશીની ચર્ચા જોવા મળે છે. 'મોતની ખુરશી'ના નામથી ઓળખાતી આ રહસ્યમય ખુરશીની આવી ઘણી વાતો છે, જેને જાણ્યા પછી તમે ચોંકી જશો. ત્યારે ચાલો જાણીએ આ શાપિત ખુરશી વિશે, જેના પર જે પણ બેઠા હતા તે મોતને ઘાટ ઉતર્યા છે.

આ પણ વાંચો: OMG! આ કુતરો કરી રહ્યો છે સરકારી યોજનાઓની જાહેરાત, જુઓ વીડિયો

જણાવી દઈએ કે, આ ખુરશી થોમસ બસ્બી નામના વ્યક્તિની હતી. એવું કહેવાય છે કે, તેના સસરા એકવાર તેની આ પ્રિય ખુરશી પર બેઠા હતા. આનાથી થોમસ ગુસ્સે થયો અને તેણે તેની હત્યા કરી નાખી હતી.

આ હત્યાના કારણે, થોમસ બસ્બીને ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો. જો કે, મરતા પહેલા થોમસે શ્રાપ આપ્યો હતો કે, જે આ ખુરશી પર બેસવાની હિંમત કરશે તે મરી જશે. નોંધપાત્ર વાત એ છે કે, થોમસના મૃત્યુ પછી પણ ઘણા લોકોએ આ વાતને ગંભીરતાથી લીધી ન હતી અને તે ખુરશી પર બેસવા માંગતા હતા. જો કે, ખુરશી પર બેઠા પછી થોડા જ દિવસોમાં તેમનું અવસાન થયું હતું.

થોડા સમય પછી જ્યારે ખુરશી પર બેઠેલા વધુ 4 લોકો મૃત્યુ પામ્યા ત્યારે, લોકો માનવા માંડ્યા કે આ ખુરશી શાપિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, કેટલાક સૈનિકો આ ખુરશી પર બેઠા હતા. આ બધા સૈનિકોમાંથી એક પણ યુદ્ધ દરમિયાન જીવતો બચી શક્યો ન હતો. એવું પણ કહેવાય છે કે, આજે પણ થોમસ બસ્બીની આત્મિા આ ખુરશીમાં છે.

આ પણ વાંચો: OMG! ટ્રેનની બારી પાસે બેઠેલા મુસાફરના ગળામાં ઘૂસી ગયો લોખંડનો સળિયો, ઓન ધ સ્પોટ મોત

ત્યારથી આ ખુરશી લોકોની પહોંચથી દૂર રાખવામાં આવી છે. તેને મ્યુઝિયમમાં લટકાવીને રાખવામાં આવી છે. આ ખુરશીને ડેથ ચેર નામથી પણ ઓળખવામાં આવે છે. લોકોની અંદર ડર એટલો છે કે, તેઓ તેને મ્યુઝિયમમાં જોવાથી પણ ડરે છે.
First published:

Tags: Ajab gajab news, Interesting Story, OMG story