સોશિયલ વાયરલ: સમુદ્ર (Ocean)ના ઊંડા પાણીમાં કેટલા પ્રકારના જીવ જંતુ રહે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ પહેલા તમે અનેક એવા સમાચાર સાંભળ્યા હશે જ્યારે સમુદ્રમાંથી કોઈ અજીબ જીવ ( Sea Creature) નીકળ્યો હોય. આ પ્રકારની ઘટનાઓ હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. લોકો માટે આ જીવ કુતૂહલનો વિષય બને છે. અલાસ્કા (Alaska)ના દરમિયામાંથી કંઈક આવો જ એક જીવ મળ્યો છે. આ જીવ અંગે હાલ ચર્ચા છેડાઈ છે. આ જીવ તમને પ્રથમ નજરે જોતા જાણે કે પીપળાના ઝાડમાંથી વડવાઈઓ ફૂટી નીકળી હોય તેવો લાગે છે. પરંતુ જ્યારે તે હલનચલન કરે છે ત્યારે લોકો વિચારમાં પડી જાય છે.
નોંધનીય છે કે સારાહ વેસેર એલ્ફોર્ડ નામની મહિલાએ આ અજીબ જીવને જોવાનો દાવો કર્યો છે. સારાહે આ જીવનો વીડિયો બનાવ્યો હતો અને તેણીના ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યારસુધી લાખો વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર યૂઝર્સ અલગ અલગ પ્રકારની કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
વીડિયોમાં એક નારંગી રંગના જીવને જોઈ શકાય છે. પ્રથમ નજરે જોતા તે કોઈ ઝાડના મૂળ નીકળી આવ્યા હોય તેવું લાગે છે. જાણે કે કોઈ પીપળાની વડવાઈઓ નીકળી હોય. જીવના વચ્ચેનો ભાગ ગોળ છે. જેની ચારે તરફ જાણે કે વડવાઈઓ નીકળી હોય તેવું લાગે છે. અમુક લોકો આ જીવને એલિયન પણ કહી રહ્યા છે.
સારાહે અલાસ્કાના પ્રિન્સ ઑફ વેલ્સ ટાપુના કીનારે આ જીવનો વીડિયો બનાવ્યો હતો. તેણીનું કહેવું છે કે આ અજીબ દેખાતા જીવનું નામ બાસ્કેટ સ્ટાર છે. સારાહે આ જીવનો વીડિયો બનાવ્યા બાદ તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર દરિયામાં પરત મૂકી દીધો હતો.
જોકે, આ વાયરલ થઈ રહેલો વીડિયો 2019ના વર્ષનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં સારાએ પોતાના હાથમાં આ જીવને પકડી રાખ્યો છે. સારાહ જ્યારે આ જીવને બીજી તરફ ફેરવે છે ત્યારે આ તેની લોહીની નસો જોઈ શકાય છે.
અનેક લોકોએ આ વીડિયો જોયા બાદ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. લોકો સારાહને આ જીવને પરત પાણીમાં મૂકી દેવાનું કહી રહ્યા છે. અમુક યૂઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે ધરતી પર એલિયન આવી ગયા છે કે શું?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર