પેન્ટાગોને UFOનો વીડિયો જાહેર કર્યા બાદ હવે ટેક્સાસમાં જોવા મળી અજીબ રોશની

વીડિયો પરથી લેવાયેલી તસવીર

અમેરિકામાં જ ટેક્સાસમાં આકાશમાં ત્રણ અજબ પ્રકાશ નજરે પડી છે. લોકો તેને UFO કહી રહ્યા છે, આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 • Share this:
  વોશિંગટન : અમેરિકન (US) રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોન (Pentagon) તરફથી UFO (UnIdentified Flying Object) જાહેર કરવામાં આવેલા ત્રણ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. નેવાડાના પૂર્વ સેનેટ ડેમોક્રેટિક નેતા હેરી રીડે આ અંગે ટ્વીટ કર્યું હતું. જે બાદમાં પૃથ્વી એલિયનની હયાતી અંગે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચા વચ્ચે હવે અમેરિકાના જ ટેક્સાસના આકાશમાં ત્રણ અજીબ પ્રકાશ જોવા મળ્યા છે. લોકો આને પણ UFO ગણાવી રહ્યા છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  ડેઇલી સ્ટારના જણાવ્યા પ્રમાણે આ વીડિયોમાં ત્રિકોણ આકારમાં ત્રણ રોશની ટેક્સાસના આકાશમાં નજરે પડે છે. આ જ પ્રકારની રોશનેને થોડા મહિલા પહેલા નેવાડામાં જોવામાં આવી હતી. નોંધનીય છે કે ટેક્સાસમાં આ વર્ષે ત્રીજી વખત આવી રોશની જોવા મળી છે. આ રોશની ટેક્સાસના ટૉમબૉલ શહેર ઉપર જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. તે વારેવાર ગાયબ થઈ જાય છે અને થોડા સમય પછી ફરીથી નજરે પડે છે. વીડિયો શૂટ કરી રહેલી મહિલા પણ ડરી ગઈ હોય તેવું વીડિયોના અવાજ પરથી લાગી રહ્યું છે. આ વીડિયોને 22મી એપ્રિલના રોજ યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

  US નેવીએ વીડિયો જાહેર કર્યો  અમેરિકન નેવી (American Navy)એ એલિયન (UFOs)ને લઈને ત્રણ વાયરલ વીડીયો જાહેર કર્યા છે. જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેનાથી ફરી એકવાર એલિયન્સને લઈ ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં ત્રણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે જમાં સૈન્ય વિમાનોનો સામનો UFOs સાથે થતો જોવા મળી રહ્યો છે. આ રહસ્યમયી UFOs એવા હવાઈ કરતબ કરી રહ્યા છે, જે દુનિયામાં કોઈ પણ એવિએશન ટેક્નોલોજીમાં શક્ય નથી. આ વીડિયો સામે આવ્યા બાદ તેની સત્યતા પર સવાલ ઊભા થઈ રહ્યા હતા. હવે અમેરિકન નેવીએ માન્યું છે કે આ લીક વીડિયો ખરેખર અસલી છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની મંજૂરી નહોતી.

  પેન્ટાગને વીડિયો લીક થવાની ફરિયાદ કરી

  વીડિયો જાહેર કરનારા પૂર્વ સૈન્ય ઇન્ટેલિજન્સ અધિકારી લુઇસ એલજોન્ડોનો દાવો છે કે તે 2017માં પેન્ટાગનના UFO શોધ એકમમાં એડવાન્સ્ડ એરોસ્પેસ થ્રેડ આઈડેનટિફિકેશન પ્રોગ્રામના નિદેશક હતા. આ વીડિયો ગોપનીય છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની મંજૂરી નહોતી. વીડિયો લીક થયા બાદ ન્યૂયોર્ક ટાઇમ્સ, ધ સ્ટાર્સ એકડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, વૈજ્ઞાનિકો, પૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારીઓના કસોર્ટિયમ અને UFOની તપાસની માંગ કરનારી સેલિબ્રિટીઝ સુધી પહોંચી ગયા.

  Published by:Vinod Zankhaliya
  First published: