OMG! કોચિંગમાં સાથે ભણતા હતા ફઈ-ભત્રીજો, પ્રેમમાં પડ્યા ને ઉઠાવ્યું ચોંકાવનારું પગલું, વાંચો એનો અંજામ શું આવ્યો
OMG! કોચિંગમાં સાથે ભણતા હતા ફઈ-ભત્રીજો, પ્રેમમાં પડ્યા ને ઉઠાવ્યું ચોંકાવનારું પગલું, વાંચો એનો અંજામ શું આવ્યો
પ્રેમી યુગલે પોલીસ સ્ટેશન જઈને મામલો પોલીસ અધિકારીઓને સમજાવ્યો. ત્યાં જ તેમના લગ્ન પણ થયા.
Ajab Gajab Marriage: આ અનોખા પ્રેમ પ્રસંગનો કિસ્સો મુઝફ્ફરપુર (Muzaffarpur)ના ઔરાઈ પોલીસ સ્ટેશન (Aurai Police Station) વિસ્તારમાં બન્યો છે. અહીં એક ભત્રીજાને પોતાની ફઈ સાથે જ પ્રેમ થઈ ગયો. બંને કોચિંગ ક્લાસમાં સાથે ભણતા હતા.
મુઝફ્ફરપુર. બિહાર (Bihar)ના મુઝફ્ફરપુર (Muzaffarpur) જિલ્લામાં પ્રેમનો અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. ફઈ અને ભત્રીજો એક જ કોચિંગ ક્લાસમાં સાથે ભણતા હતા. દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો અને એકબીજાથી અલગ રહેવું મુશ્કેલ થઈ ગયું. ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. હવે આ ફઈ-ભત્રીજાના લગ્ન ચર્ચામાં છે. તેમના પરિવારજનો સાથે અન્ય લોકો પણ આ લગ્નથી ચોંકી ઉઠ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રેમી યુગલના લગ્ન પોલીસ સ્ટેશનમાં થયા. આ લગ્નથી યુવતીના કુટુંબીજનોને ભારે આઘાત લાગ્યો અને તેમણે દીકરીથી સંબંધ કાપી નાખવાની વાત કરી નાખી.
આ અનોખા પ્રેમ પ્રસંગનો કિસ્સો ઔરાઈ પોલીસ સ્ટેશન (Aurai Police Station) વિસ્તારમાં બન્યો છે. અહીં એક ભત્રીજાને પોતાની ફઈ સાથે જ પ્રેમ થઈ ગયો. બંને કોચિંગ ક્લાસમાં સાથે ભણતા હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંનેએ ઘરેથી ભાગીને લગ્ન પણ કરી લીધા. યુવતીના પિતાએ પહેલા અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ આ યુગલ અચાનક ઔરાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પ્રેમ અને લગ્નની વાતનો સ્વીકાર કરી લીધો.
આ પ્રેમીઓ અચાનક પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે બંનેના પરિવારજનોને પણ બોલાવ્યા હતા. બંને પુખ્ત વયના હોવાના કારણે પોલીસે તેમના પરિવારજનોને સમજાવ્યા, પરંતુ યુવતીના પક્ષે કોઈ આ વાત સ્વીકારવા તૈયાર ન હતું. યુવતીના પિતાએ યુવતી સાથે સંબંધ તોડી નાખ્યા અને પોલીસ સ્ટેશનથી ચાલ્યા ગયા. આ પછી પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં પ્રેમી યુગલના વિધિવત લગ્ન કરાવવામાં આવ્યા અને છોકરાના પક્ષવાળા યુવતીને લઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.
ફઈ અને ભત્રીજો એક જ કોચિંગ ક્લાસમાં ભણતા હતા, જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો.
કહેવાય છે કે યુવતી સરિતા કુમારી સંબંધમાં યુવક અખિલેશના ફઈ થાય છે. જો કે, પ્રેમમાં બંને સંબંધોની પરવા કર્યા વગર લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 7 દિવસ પહેલા યુવતીના પિતાએ અખિલેશ પર દીકરીના અપહરણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ હવે સરિતાએ પોતે પોલીસ સ્ટેશનમાં આવીને લગ્નનો સ્વીકાર કર્યો છે. યુવતીનું કહેવું છે કે તે પુખ્ત છે અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર