Gay Husband Of Woman: ઘરેલુ હિંસા માત્ર શારીરિક ઇજાઓ અને દુર્વ્યવહાર પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેમાં જાતીય, મૌખિક, ભાવનાત્મક અને આર્થિક દુર્વ્યવહાર પણ શામેલ હોઈ શકે છે. એવું અવલોકન કરીને એક સેશન્સ કોર્ટે 32 વર્ષીય મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. મહિલાની ફરિયાદ હતી કે, તેના વિમુખ થયેલા પતિએ લગ્ન સંપન્ન કર્યા વગર બીજા અન્ય પુરુષો સાથે અફેર ચાલુ કર્યા હતા.
નીચલી અદાલતના આદેશને સમર્થન આપતાં કોર્ટે પુરુષને તેણીને રૂ.1 લાખનું વળતર અને રૂ. 15,000નું માસિક ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
પુરાવાનો સંદર્ભ આપતા ન્યાયાધીશે જણાવ્યું કે અરજદાર મહિલાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, પ્રતિવાદીના મોબાઇલમાં સંગ્રહિત ફોટોગ્રાફ્સ એક્સેસ કર્યા છે, જેમાં અન્ય પુરૂષ વ્યક્તિઓ સાથેના તેના નગ્ન ફોટોગ્રાફ્સ જોઈ શકાય છે. અને તેણીની દલીલને સાબિત કરવા માટે સ્ક્રીનશોટ રેકોર્ડ પર ફાઇલ કરવામાં આવ્યા હતા . તે સ્પષ્ટ છે કે પુરુષના મોબાઇલ ફોનમાંથી તેણી દ્વારા એક્સેસ કરાયેલ અને પ્રાપ્ત કરાયેલ ફોટા અને વિડીયો સ્વાભાવિક રીતે એ જ સાબિત કરે છે કે અરજદાર સાથે આઘાત, તકલીફ અને ભાવનાત્મક દુર્વ્યવહાર થયો છે.
ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, તે સારી રીતે સમજી શકાય છે કે મહિલા ચોક્કસપણે તેના પતિ અને સાસરિયાઓ દ્વારા ભાવનાત્મક અને માનસિક શોષણનો ભોગ બની રહી હતી, હવે અરજદાર પ્રતિવાદી અલગ રહે છે અને લગ્ન અને ઘરેલું હિંસાનું તથ્ય નોંધપાત્ર રીતે સાબિત થયું હોવાથી અરજદારનું ભરણપોષણ પ્રતિવાદી પર ફરજિયાત છે, કારણ કે અરજદારે હાલમાં નોકરી છોડી દીધી છે, જેમાં તેણી જોડાઈ હતી.
ન્યાયાધીશે કહ્યું કે, આ દંપતીએ 2016માં લગ્ન કર્યા હતા. મહિલાએ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ તેના પતિ, કે જે એક સરકારી કર્મચારી એ અને 60 વર્ષીય સાસુ એક શાળાના નિવૃત્ત આચાર્ય છે, તેમની વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ રજૂઆત કરી હતી કે તેણીએ તેના પતિ સાથે જાતીય સંબધો બાંધવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે પતિ સાથે આત્મીયતા બનાવવામાં નિષ્ફળ ગઈ. મહિલાએ કહ્યું કે, તેણી જાન્યુઆરી 2017 સુધી પ્રયાસ કરતી રહી, પરંતુ તેના પતિ તેણીને દૂર ધકેલતા રહેતા. જ્યારે પણ તેણી નિકટ જવાના હાવભાવ કરતી તો તે ગુસ્સે થઈ જતા હતા. તેણીએ વધુમાં કહ્યું કે તે ઘરે મોડો આવતા પ્રશ્ન કરતી તો કામના દબાણ અંગે ફરિયાદ કરતા. મહિલાએ કહ્યું કે તેણે આ વિશે તેની સાસુ સાથે પણ વાત કરી હતી. પરંતુ તેણીએ મદદ કરી નહીં.
" isDesktop="true" id="1308908" >
મહિલાએ દાવો કર્યો કે માર્ચ 2017માં જ્યારે મોબાઈલનો એક્સેસ મળ્યો જ્યારે તે ઊંઘી રહ્યો હતો, ત્યારે તે માણસનો ફોન આવ્યો. મોબાઈલમાં વધુ જોતા તેણીને આઘાત લાગ્યો કે તે અન્ય પુરૂષો સાથે સેક્સ કરી રહ્યો હતો. જે ઘણું આઘાતજનક રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર