મુંબઈની આધેડ મહિલાને ટિકટૉકના માધ્યમથી થયો બિહારના તરુણ સાથે પ્રેમ, લગ્ન કરવા પહોંચી બિહાર!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

મુંબઈની આધેડ મહિલાએ સાબિત કરી દીધું કે પ્રેમ આંધળો હોય છે. પોલીસે મહિલાને સમજાવીને પરિવાર સાથે પરત મુંબઈ મોકલી.

 • Share this:
  નાલંદા: લોકો સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી એકબીજાના પ્રેમ (Love)માં પડતા હોય છે. અનેક કિસ્સાઓમાં લોકો સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી પ્રેમમાં પડ્યાં બાદ પોતાના પ્રેમમાં પામવા માટે સાત સમંદર પાર કરીને આવતા હોય છે. તાજેતરમાં બિહારના નાલંદા ખાતે એક આવો જ બનાવ બન્યો છે. અહીં એક આધેડ મહિલાએ એવું સાબિત કરી દીધું છે કે પ્રેમ આંધળો હોય છે. હકીકતમાં મિસકૉલ અને ટિકટૉકના માધ્યમથી મુંબઈની મહિલા એક તરુણના સંપર્કમાં આવી હતી. બાદમાં બંનેને પ્રેમ થઈ ગયો હતો. જે બાદમાં મહિલા મુંબઈથી પરિવારને છોડીને તરુણ સાથે લગ્ન કરવા માટે બિહાર આવી હતી. અહીં આવીને મહિલાએ તરુણ સાથે લગ્ન કરવાની જિદ પકડી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ આ મામલો થાળે પડ્યો હતો.

  પ્રેમમાં અંધ બનેલી મુંબઈની મહિલા સગીર સાથે લગ્ન કરવા માટે પોતાના પરિવારને છોડીને નાલંદાના બિહારશરીફ શહેર ખાતે પહોંચી ગઈ હતી. તરુણના પરિવારના લોકોએ આ વાતની ખબર પડી ત્યારે તેઓ પરેશાન થઈ ગયા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલા તેમજ કિશોરને પોલીસ સ્ટેશન લાવી હતી. મહિલાને જોઈને લોકો હેરાન થઈ ગયા હતા.

  આ પણ વાંચો: દેશમાં રોકેટ ગતિએ વધી રહેલો કોરોના: છેલ્લા 24 કલાકમાં દેશમાં 714 લોકોનો જીવ લીધો

  એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર મહિનાથી મહિલા અને તરુણ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. બંને ટિકટૉક અને વોટ્સએપથી ચેટિંગ પણ કરતા હતા. જોકે, મહિલાને એવી ખબર ન હતી કે તેનો પ્રેમી સગીર છે. વાતચીત દરમિયાન મહિલાએ કિશોરનું સરનામું લઈ લીધું હતું. થોડા દિવસ પહેલા કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં તરુણે મહિલા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદમાં મહિલા ગુરુવારે કિશોરના ઘરે પહોંચી ગઈ હતી.

  આ પણ વાંચો: અમદાવાદ: નરોડામાંથી ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, યુવતી સહિત ત્રણની ધરપકડ


  આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર: આ વખતે કોરોનાને રોકવા કદાચ લૉકડાઉન પણ કામ નહીં આવે! જાણો કારણ


  પરિવારના તેમજ આસપાસના લોકોને જ્યારે આ વાત માલુમ પડી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યાં હતાં. મહિલાના પતિનું નિધન થઈ ગયું છે. મહિલાને ત્રણ બાળકો છે. ડીએસપી ડૉક્ટર શિબ્લી નોમાનીએ જણાવ્યું કે, મહિલાના પરિવારને મુંબઈથી બોલાવવામાં આવ્યો હતો અને બંનેને સમજાવવામાં આવ્યા હતા. જે બાદમાં મહિલા ફરીથી પોતાના પરિવાર સાથે મુંબઈ ચાલી ગઈ હતી. પોલીસની સમજાવટ દરમિયાન મહિલાએ સગીર સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. મહિલાનું કહેવું હતું કે તેણી કોઈ પણ હિસાબે સગીર સાથે લગ્ન કરીને જ રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published: