દિલ્હી: મુંબઈથી લખનઉ ટ્રેન (Mumbai-Lucknow)માં સવાર એક મુસાફરને સમોસાની અંદરથી "પીળા કાગળ"નો ટૂકડો (found a piece of yellow paper inside a samosa) મળ્યો હતો. જે તેણે આઈઆરસીટીસી પેન્ટ્રી (IRCTC Pantry)માંથી ખરીદ્યા હોવાનો દાવો કર્યો છે. કાગળ રેપરનો એક ભાગ હોય તેવું લાગે છે, જે નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે લોટ સાથે ભળી ગયો હોવાનું અનુમાન છે. મુસાફર અજી કુમારે ટ્વીટર પર આ ઘટનાની જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આઈઆરસીટીસી અને રેલવે મંત્રાલય (Railway Ministry)ની રેલવે સેવા (Railway Seva)એ તેની નોંધ લીધી હતી. ટ્વીટમાં કુમારે કહ્યું હતું કે, સમોસાનો કેટલોક ભાગ ખાધા પછી જ તેમનું ધ્યાન આ કાગળ પર ગયું હતું.
મુસાફરે ટ્વિટર પર શેર કરી તસવીરો
અજી કુમારે પીળા કાગળની ટૂકડા સાથે સમોસાની તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણે લખ્યું કે, “આ આઈઆરસીટીસી પેન્ટ્રી પર્સન દ્વારા પીરસવામાં આવ્યું હતું. મુસાફરોને જે ભોજન પીરસે છે તેના માટે હું આઇઆરસીટીસીને સલામ કરું છું.”
ટ્વીટનો જવાબ આપતા રેલ્વે સેવા - રેલ્વે મંત્રાલય દ્વારા ટ્રેન મુસાફરોને મદદ કરવા માટે બનાવવામાં આવેલ એક સત્તાવાર એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની કમેન્ટ્સ કરીને રેલ્વે મંત્રાલયને આડેહાથ લેતા જોવા મળી રહ્યા છે.
એક વ્યક્તિએ કહ્યો ગુટખાનો ટૂકડો
એક વ્યક્તિએ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે તે "પીળો કાગળ" નથી, પરંતુ એક ફાટેલું ગુટખા રેપર છે જે કુમારને સમોસાની અંદર મળી આવ્યું હતું. જ્યારે બીજાએ મજાકમાં કહ્યું હતું કે, તે આઈઆરસીટીસીનું ઇન્ડિયન ટ્વિસ્ટ સાથેની ફોર્ચ્યુન કૂકીનું વર્ઝન છે.
અન્ય એક યુઝરે લખ્યું કે, રેલવે તંત્રમાં ટિકિટ કન્ફર્મેશન સહિત બધું જ દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે અને મુખ્યત્વે તો તેઓ બીજી કોઈ પણ વસ્તુની જેમ જ દરેક બાબત માટે પૈસા વસૂલવામાં આવે છે બધું જ ચાર્જ હેઠળ છે, શું તમને સમજાતું નથી કે ગરીબ લોકોની પરિસ્થિતિ શું છે? આ તે છે જે ભારતનો વિકાસના નામે પૈસાની વસૂલી કરવી. આ પ્રકારની અનેક કમેન્ટ્સ સાથે લોકોએ રેલ્વે તંત્રને ઉધડુ લીધું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર