Home /News /eye-catcher /ગાળો બોલતાં પોપટને, પોલીસે જેલમાં પૂર્યો!

ગાળો બોલતાં પોપટને, પોલીસે જેલમાં પૂર્યો!

મહારાષ્ટ્ર#મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક પોપટને પોલીસે અશ્લીલ ગાળો દેવા બદલ જેલમાં મોકલી આપ્યો છે.

મહારાષ્ટ્ર#મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક પોપટને પોલીસે અશ્લીલ ગાળો દેવા બદલ જેલમાં મોકલી આપ્યો છે.

મહારાષ્ટ્ર#મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક પોપટને પોલીસે અશ્લીલ ગાળો દેવા બદલ જેલમાં મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 80 વર્ષના એક વૃદ્ધ મહિલાને પોપટ ગંદી ગાળો ભાંડતો હતો. પોલીસે સમન્સ મોકલીને પોપટને પોલીસ સ્ટેશનમાં આવવા તાકીદ કર્યો હતો. પરંતુ પોલીસ સમક્ષ પોપટ કઇ બોલ્યો નહીં. આ મામલામાં પોપટ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મામલો ચંદ્રપુરના રાજુરાનો છે. અહીંયા રહેતી જાનાબાઇ સખારકર નામની એક મહિલાએ પોતાના ઓરમાન દિકરા સુરેશ પર આરોપ લગાવ્યો છે કે, તેણે તેના પોપટ હરિયલને ગાળો બોલતા શીખવાડયું છે. તેઓ જ્યારે તેના ઘર પાસેથી પસાર થાય છે તો, પોપટ તેમને ગાળો દેવાનું શરૂ કરે છે. માનસિક રૂપથી ત્રાસીને આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.ડોંગરે એ જણાવ્યું કે, મામલો મહિલા અને તેના ઓરમાન દિકરા વચ્ચે જમીનને લઇને વિવાદનો છે. મહિલા આ અંગે અગાઉ પણ ફરિયાદ દાખલ કરી ચુકી છે. જો કે, મહિલાની માનસિક સ્થિતિને જોતા પોપટને વન વિભાગને સોપી દેવામાં આવ્યો છે.
First published:

Tags: આરોપ, ક્રાઇમ, જેલ, દિકરા, પોલીસ`, ફરિયાદ, મહારાષ્ટ્ર, મહિલા, મુંબઇ, વન વિભાગ, વિવાદ, સમન્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन