Home /News /eye-catcher /

મુંબઇ: MRI મશીનમાં ફંસાઇને એક વ્યક્તિનું કંપારીભર્યુ મોત

મુંબઇ: MRI મશીનમાં ફંસાઇને એક વ્યક્તિનું કંપારીભર્યુ મોત

આ દરમિયાન રાજેશનાં હાથમાં હાજર ઓક્સિજન સિલેન્ડર પણ ખુલી ગયો અને ગેસ તેનાં પેટમાં જતો રહ્યો.

આ દરમિયાન રાજેશનાં હાથમાં હાજર ઓક્સિજન સિલેન્ડર પણ ખુલી ગયો અને ગેસ તેનાં પેટમાં જતો રહ્યો.

    મુંબઇ:  મુંબઇનાં નાયર હોસ્પિટલમાં કંપારી ભરેલી ઘટના બની ગઇ. અહીં રાજેશ મારુ નામનાં એક યુવકનું MRI મશીનમાં ફંસાઇ જવાથી મોત થઇ ગયુ છે. સોર્સિસની માનીયે તો, રાઝેશ મારુ તેની માતાનું MRI કરાવવા તેમની સાથે હોસ્પિટલમાં આવ્યો હતો.

    MRI રૂમમાં હાજર વોર્ડબોયે રાજેશને ઓક્સીજન સિલેન્ડર ત્યાં નજીક લાવવા કહ્યું. જેમ રાજેશ સિલેન્ડર લઇને રૂમમાં પહોચ્યો MRI મશીને તેને અંદર ખેંચી લીધો. આ દરમિયાન રાજેશનાં હાથમાં હાજર ઓક્સિજન સિલેન્ડર પણ ખુલી ગયો અને ગેસ તેનાં પેટમાં જતો રહ્યો. રાજેશ માત્ર 32 વર્ષનો હતો.

    નજરે જોનારાનું કહેવું છે કે, ઓક્સિજન ગેસ પેટમાં જતા જ તે ફુગ્ગાની જેમ ફુલવા લાગ્યો. તેની આંખો બહાર આવી. જે બાદ રાજેશની હાલત નાજૂક થઇ ગઇ હતી અને તેને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.  જ્યાં તેણે દમ તોડી દીધો હતો.





    આ કેસનમાં પોલીસે સરકારી હોસ્પિટલનાં વોર્ડબોય અને MRI સ્કેનમાં કામ કરનારી મહિલા વિરુદ્ધ 304 (A) હેઠળ ગેર ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે.

    VIDEOમાં જુઓ કેટલું ખતરનાક છે MRI મશિનની નજીક કોઇ મેગ્નેટિક વસ્તુ લઇ જવી!

    First published:

    Tags: Man pulled in, MRI Machine Died, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन