100 વર્ષ જૂના પોલીસ સ્ટેશન પર ભગવાન શિવની કૃપા, ખુરશી પર બેસે છે ઝેરી સાપ!

100 વર્ષ જૂના પોલીસ સ્ટેશન પર ભગવાન શિવની કૃપા, ખુરશી પર બેસે છે ઝેરી સાપ!
સનોધા પોલીસ સ્ટેશન ગામથી દૂર જંગલમાં આવેલું છે.

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના સનોધા પોલીસ સ્ટેશન પર ભગવાન શિવની અસીમ કૃપા છે, અહીં પોલીસ ઇન્ચાર્જની ખુરશી પર ઝેરી સાપો આંટાફેરા મારે છે પરંતુ ક્યારેય કોઈને દંશ મારતા નથી.

 • Share this:
  મધ્ય પ્રદેશ રાજ્યના સાગર જિલ્લાના લોકોનું માનવું છે કે અહીંના એક પોલીસ સ્ટેશન પર ભગવાન શિવજી મહેરબાન છે. લોકો કહે છે કે અંગ્રેજ વખતના આ પોલીસ સ્ટેશનને ભગવાન અહીંથી બીજે ખસેડવા નથી દેતા! ગામથી દૂર જંગલ વિસ્તારમાં આવેલા આ પોલીસ સ્ટેશનને જ્યારે જ્યારે બીજે ખસેડવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસ સ્ટેશનના અધિકારીઓ બીમાર પડી જાય છે અથવા તેમની બદલી થઈ જાય છે. હેરાન પમાડતી વાત એ છે કે પોલીસ સ્ટેશનની અંદર ઝેરી સાપો ફરે છે. ક્યારેક સાપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની ખુરશી પણ બેસી જાય છે તો ક્યારેક કોન્સ્ટેબલની ખુરશી પર ડેરો જમાવે છે. કહેવામાં આવે છે કે અહીં ઝેરી સાપ ફરે છે પરંતુ તે ક્યારેક કોઈને દંશ દેથા નથી.

  આ પોલીસ સ્ટેશન સાગર જિલ્લાના સનોધા કસબા નજીક આવેલું છે. તે સનોધા પોલીસ સ્ટેશન નામથી ઓળખાય છે. આ પોલીસ સ્ટેશન ગામથી ચાર કિલોમીટર દૂર છે. વર્ષ 1904માં અંગ્રેજોના જમાનામાં બનાવવામાં આવેલું આ પોલીસ મથક હાલ જર્જરિત હાલતમાં છે. પોલીસ સ્ટેશનની બાજુમાંથી એક નદી પસાર થાય છે.  પોલીસ સ્ટેશન સામે ભગવાન ભોળાનાથનું એક જૂનું મંદિર આવેલું છે. જિલ્લાના તમામ મોટા અધિકારીઓ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચંદ્રશેખર પણ એવું કહે છે કે આ પોલીસ સ્ટેશન પર ભગવાન ભોળેનાથની કૃપા છે. ઇન્ચાર્જ અધિકારી પણ એવું કહે છે કે આ પોલીસ સ્ટેશનને બીજે ક્યાંક ખસેડી નહીં શકાય કારણ કે જેણે પણ આવો વિચાર કર્યો તેમની બદલી થઈ ગઈ છે. હકીકતમાં અંગ્રેજ શાસન દરમિયાન સનોધા આસપાસ જંગલ હતું. એ જમાનામાં અહીં ડાકૂ રહેતા હતા. આ કારણે અંગ્રેજોએ અહીં પોલીસ ચોકી બનાવી હતી.

  અમિત સાંઘી (S.P., સાગર જિલ્લો)


  નવું બિલ્ડિંગ બનાવવાનો પ્રસ્તાવ

  સ્થાનિક લોકો કહે છે કે આ પોલીસ સ્ટેશનને ભગવાન ચલાવે છે. ખુદ પોલીસ અધિકારી કહે છે કે લોકવાયકા પ્રમાણે પોલીસ સ્ટેશનને વસતીવાળા વિસ્તારમાં નહીં ખસેડી શકાય, આ અહીં જ રહેશે. એસપી અમિત સાંઘી કહે છે કે અમે આ પોલીસ સ્ટેશનની બાજુમાં નવું બિલ્ડિંગ બનાવવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલી દીધો છે. હવે આ પોલીસ સ્ટેશનને બીજે ક્યાંય ન ખસેડતા તેની બાજુમાં જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે.
  First published:August 26, 2019, 10:24 am

  ટૉપ ન્યૂઝ