યુવકે પત્ની સાથે ફરી લગ્ન કર્યાં, એક જ માંડવે પત્નીની પિતરાઈને પણ પરણ્યો!

News18 Gujarati
Updated: December 11, 2019, 11:27 AM IST
યુવકે પત્ની સાથે ફરી લગ્ન કર્યાં, એક જ માંડવે પત્નીની પિતરાઈને પણ પરણ્યો!
લગ્નના નવ વર્ષ બાદ પત્ની સાથે ફરી લગ્ન કર્યાં.

યુવકની 28 વર્ષની પ્રથમ પત્ની ગામની સરપંચ છે, પ્રથમ પત્નીની મંજૂરીથી જ યુવકે તેની પિતરાઈ સાથે પણ લગ્ન કર્યાં.

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના એક ગામમાં લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 35 વર્ષીય યુવકે તેની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા છે, એટલું જ નહીં યુવકે તેની પત્નીની પિતરાઈ સાથે પણ આ જ લગ્ન સમારંભમાં લગ્ન કર્યાં હતાં. આ બંને લગ્ન 26મી નવેમ્બરના રોજ ભીંડના ગુડાવલી ગામમાં થયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુડાવલી ગામે ખાતે દિલીપ ઉર્ફે દીપુ પરિહારે 28 વર્ષીય વીનિતા સાથે લગ્ન કર્યા છે. વીનિતા ગામની સપરંચ છે. આ ગામ ભીંડ જિલ્લા મથકથી 30 કિલોમીટર દૂર આવેલું છે. પરિહારની બીજી પત્નીનું નામ રચના છે. રચનાની ઉંમર 22 વર્ષ છે, તેમજ તેણી વીનિતાની પિતરાઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દીપુ પરિહાર બંને બહેનોને ફૂલમાળા પહેરાવી રહ્યો છે.

પરિહારે આ અંગે જણાવ્યું હતું કે તેણે નવ વર્ષથી તેની અર્ધાંગિની રહેલી વીનિતાની સહમતિ બાદ જ તેની પિતરાઈ બહેન રચના સાથે લગ્ન કર્યાં છે. પરિહારનું કહેવું છે કે વીનિતાની તબિયત સારી નથી રહેતી. આથી તેણી ઈચ્છી રહી હતી કે તેની અને તેના બાળકોની સાર-સંભાળ રાખવા માટે કોઈ વ્યક્તિ ઘરમાં હોય.પરિહારે જણાવ્યું કે, "મેં વીનિતાની મંજૂરી બાદ જ રચના સાથે લગ્ન કર્યા છે. મેં નવ વર્ષ પહેલા વીનિતા સાથે લગ્ન કર્યાં છે. લગ્ન જીવનથી અમને ત્રણ સંતાનો છે. જેમાં બે દીકરી અને એક દીકરો છે."

પરિહારે વધુમાં જણાવ્યું કે, "વીનિતાની તબિયત સારી નથી રહેતી. આથી તેણે મને ફરીથી લગ્ન કરવા માટે સમજાવ્યો હતો, જેનાથી કોઈ અમારા ત્રણેય બાળકોની સાર-સંભાળ રાખી શકે."નોંધનીય છે કે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે એક કરતા વધારે પત્નીઓ રાખવી ગુનો બને છે. આ મામલે ભીંડ એસપી રુડોલ્ફ અલવરે જણાવ્યું કે, અમને આ અંગે કોઈ જ ફરિયાદ મળી નથી.
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर