બિહારના ઉંદર દારૂડીયાજ નથી, પરંતુ ડાયમંડ ચોર પણ છે, CCTVમાં થયા કેદ

News18 Gujarati
Updated: March 8, 2019, 9:19 PM IST
બિહારના ઉંદર દારૂડીયાજ નથી, પરંતુ ડાયમંડ ચોર પણ છે, CCTVમાં થયા કેદ
પ્રતિકાત્મક તસવીર

જ્વેલરીની દુકાનમાં તે સમયે હાહાકાર મચી ગયો, જ્યારે દુકાનના સ્ટોકમાંથી હીરાની જ્વેલરી ગાયબ મળી. દુકાનના માલિકને પોતાના કર્મચારીઓ પર શંકા ગઈ, પરંતુ તમામ કર્મચારીઓએ પોતે ગુનેગાર નથી તેમ કહ્યું.

  • Share this:
બિહારમાં ઉંદર માત્ર દારૂનું સેવન જ નથી કરતા તે ચોરી પણ કરે છે. ચોરી પણ કઈં સામાન્ય નહી પરંતુ હીરાની. જીહાં, સરકારી દારૂ પી જનારા બિહારના ઉંદર હાઈ પ્રોફાઈલ ચોર છે. હાલમાં જ પટનાની એક મોટી જ્વેલરીની દુકાનમાંથી ઉંદરોની આ હરકત સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જ્વેલરીની દુકાનમાં તે સમયે હાહાકાર મચી ગયો, જ્યારે દુકાનના સ્ટોકમાંથી હીરાની જ્વેલરી ગાયબ મળી. દુકાનના માલિકને પોતાના કર્મચારીઓ પર શંકા ગઈ, પરંતુ તમામ કર્મચારીઓએ પોતે ગુનેગાર નથી તેમ કહ્યું.

હવે દુકાન માલિકે પટનાના બોરિંગ રોડ સ્થિત આ જ્વેલરી શોપમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજને કંગાળવાનું શરૂ કર્યું. ફૂટેજમાં ચોંકાવનારી તસવીર સામે આવી. સીસીટીવી ફૂટેજમાં જ્વેલરીના ચોર ઉંદર નીકળ્યા. દુકાનમાં કોઈ ખુલ્લી જગ્યા પરથી અંદર આવેલા ઉંદરો સીસીટીવીમાં હીરાની જ્વેલરી ઉઠાવી જતા ઝડપાઈ ગયા.

ઉંદર ખુબ સરળતાથી જ્વેલરીના પોકેટને પોતાના મોંઢામાં દબાવી લઈ જતા જોવા મળ્યા, અને તેની ખબર કોઈને ન પડી. ખબર પડી કે હીરા ચોર્યા બાદ ઉંદર દુકાનની ફોલ્સ સિલીંગમાં જઈ ઘુસ્યો છે, જેના કારણે હીરા મળી શક્યા નહી.

દુકાન માલિક અનુસાર, હીરાની શોધ હજુ ચાલુ છે. ઉંદરની ચોરીનો પુરો ખેલ દુકાનમાં લાગેલા ત્રણ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આ વાત જેમ જેમ વાયુવેગે ફેલાઈ રહી છે, તેમ દરેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
First published: March 8, 2019, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading