ફોન યૂઝર્સ માટે આ દેશમાં બનાવવામાં આવ્યા છે અજબ-ગજબ નિયમ

News18 Gujarati
Updated: September 14, 2019, 4:21 PM IST
ફોન યૂઝર્સ માટે આ દેશમાં બનાવવામાં આવ્યા છે અજબ-ગજબ નિયમ
પ્રતિકાત્મક તસવીર

અન્ય દેશોમાં ચાલતા-ચાલતા ફોન પર વાત કરવાને પણ ખતરો માનવામાં આવે છે, તો કાર કે બાઈક ચલાવતા ફોન યૂઝ કરવો કેટલો ખતરનાક બની શકે છે.

  • Share this:
1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ છે. આ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમ ગણા કડક કરી દેવામાં આવ્યા છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં મોબાઈલ પર વાત કરતા ડ્રાઈવ કરતા ઝડપાતા 5 હજારનું ચલણ ભરવું પડી શકે છે.

મોબાઈલ પર વાત કરતા ડ્રાઈવ કરવાથી ધ્યન ભટકે છે અને અકસ્માત થવાનો ખતરો રહે છે. એટલે જ ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવાનો દંડ પાંચ ગણો વધારી 5000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

એટલું જ નહી hands free અને બ્લૂટૂથનો ઉપયોગ કરી ફોન પર વાત કરતા પણ પકડાયા તો દંડ ભરવો પડશે. નવા એક્ટમાં આ મુદ્દે પહેલા કરતા વધારે કડક નિયમ બનાવવામાં આવ્યો છે.

ડ્રાઈવિંગ કરતા સમયે મોબાઈલ પર કરવાનું દરેક દેશ માટે સમસ્યા બની ગયું છે. ટ્રાફિક પોલીસને આ સમસ્યાને પહોંચી વળવાનું કહેવામાં આવ્યું છે. આને માટે ઘણા દેશે અજબ-ગજબ કાયદા બનાવ્યા છે.

સિંગાપુરનું ઉદાહરણ લઈએ તો, સિંગાપુરમાં પગપાળા જતા પણ મોબાઈલ ફોન યુઝ ન કરવા માટે જગ્યા જગ્યા પર પીળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. લોકોને રસ્તા પર ચાલતા સમયે ફોન યુઝ ન કરવા જાગરૂપ કરવામાં આવી રહ્યા છે.

સાઉથ કોરિયામાં રસ્તા પર ચાલતા સમયે સ્માર્ટ ફોનનો લોકો યુઝ ન કરે તે માટે લેઝર લાઈટ્સ લગાવવામાં આવી છે. જેથી તે જોઈ લોકો સાવધાન થાય.

બેંકોકમાં તો દુનિયાનો પ્રથમ મોબાઈલ ફોન લેન બનાવવામાં આવ્યો છે. આ ફૂટપાથ ખાસ કરીને મોબાઈલ ફોન યુઝ ચાલતા લોકો માટે બનાવવામાં આવ્યો છે. આ ફૂટપાથ પર મોબાઈલ પર વાત કરતા કરતા આરામથી ચાલી શકાય છે.

ચીનમાં પણ આ પ્રકારના બે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. એક ફૂટપાથ નોન ફોન યૂઝર્સ માટે અને બીજો ફૂટપાથ ફોન યૂઝર્સ માટે.

તો હવે વિચારવું જોઈએ કે, અન્ય દેશોમાં ચાલતા-ચાલતા ફોન પર વાત કરવાને પણ ખતરો માનવામાં આવે છે, તો કાર કે બાઈક ચલાવતા ફોન યૂઝ કરવો કેટલો ખતરનાક બની શકે છે. એટલે લોકોએ આ મુદ્દે જાગરૂપ થવું જરૂરી છે.
First published: September 14, 2019
વધુ વાંચો
अगली ख़बर