Home /News /eye-catcher /Video: માતાએ ફોન છીનવ્યો તો પુત્રએ નારાજ થઈને ઘરમાં મચાવી તબાહી; ભૂકંપ બાદ પણ ન થાય આવી હાલત!

Video: માતાએ ફોન છીનવ્યો તો પુત્રએ નારાજ થઈને ઘરમાં મચાવી તબાહી; ભૂકંપ બાદ પણ ન થાય આવી હાલત!

માતાએ મોબાઈલ છિનવી લીધો તો પુત્રએ ઘરમાં તબાહી મચાવી

Viral video : આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરા ટ્વીટર પર શેર કરેલો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક રૂમ છે જે પૂરી રીતે બદબાદ થઈ ગયો છે. વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે અને આ કામ કોઈ કુદરતી આફત કે ચોરોએ નહી, પરંતુ એક 15 વર્ષના છોકરાએ ગુસ્સામાં કર્યુ છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આજના સમયમાં બાળકોને મોબાઈલ ફોન સાથે એવી લત લાગી ગઈ છે કે, તેઓ ઉંઘતા-જાગતા, ખાતા-પીતા, માત્ર ફોનમાં જ લાગ્યા રહે છે. પહેલા જ્યારે બાળકો બગીચા અને મેદાનોમાં ઘરની બહાર જઈને રમતો રમતા હતા, ત્યારે અત્યારના બાળકો માત્ર ફોનમાં જ આંખો ટિકાઈને બેસી રહે છે. આ દિવસોમાં ઘણું સંશોધન થયુ છે જેનાથી જાણ થઈ છે કે, મોબાઈલ ફોન માત્ર બાળકોની આંખો જ નહી, પરંતુ તેમને હિંસક અને આતુર બનાવે છે. તેમના અંદર ધીરજ ઓછી થઈ જાય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આ વાતને સત્ય સાબિત કરે છે. આ વીડિયોમાં રૂમની હાલત જોઈને તમને લાગશે કે અહીં ભૂકંપ આવ્યો છે પરંતુ સત્ય તો એ છે કે બાળક પાસેથી ફોન છિનવાઈ જવા પર તેણે રૂમની આ હાલત કરી છે.

  IPS અધિકારી દીપાંશુ કાબરાએ શેર કર્યો વીડિયો


  આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરા ઘણીવાર આશ્ચર્યજનક પોસ્ટ ટ્વીટર પર શેર કરતા હોય છે. હાલમાં જ તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે હકીકતમાં ચોકાવી દે તેવો છે અને ચિંતામાં વધારો કરે છે. આ વીડિયોમાં એક રૂમ છે જે પૂરી રીતે બદબાદ થઈ ગયો છે. વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે અને આ કામ કોઈ કુદરતી આફત કે ચોરોએ નહી, પરંતુ એક 15 વર્ષના છોકરાએ ગુસ્સામાં કર્યુ છે. તેનું કારણ પણ ચોકાવનારું છે.

  આ પણ વાંચોઃ Video: સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ટીચરનો વીડિયો, કેમેરા સામે હકીકત જણાવી

  બાળકે ઘરમાં તોડફોડ કરી


  દીપાંશુએ પોસ્ટની સાથે લખ્યું- ‘ઘર પર આ તબાહી 15 વર્ષીય બાળકે મચાવી છે, કેમકે તેની માતાએ તેનો મોબાઈલ ફોન લઈ લીઘો હતો. દ્રશ્ય જોઈને સ્પષ્ટ છે કે ‘માતા-પિતા માટે આજની પેઢીને મોબાઈલના વ્યસનથી બચાવવા તેમજ ભાવના + એકશન્સ પર નિયંત્રણ રાખવાની શીખ, તેમના બાળકોને ઉછેરમાં આપવી કેટલી જરૂરી છે.’ વીડિયોમાં ઘરની અંદર રહેલી દરેક વસ્તુને તોડી દેવામાં આવી છે. ફ્રિજ, ટીવી, રસોડું, સોફા જેવી દરેક વસ્તુ બરબાદ થઈ ગઈ છે. સૌથી વધારે હેરાન કરવાવાળી વાત તો એ છે કે, બાળકે બધુ જ માત્ર એટલા માટે કર્યુ કેમકે તે નિરાશ હતો કે તેની માતાએ તેની પાસેથી ફોન છિનવી લીધો .

  આ પણ વાંચોઃ જામનગરમાં યોજાયો ફેશન શો, દોઢ વર્ષના બાળકથી લઇને 71 વર્ષના લોકોએ લીધો ભાગ

  વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી


  વીડિયોને 12 હજારથી વધુ લોકોએ નિહાળ્યો છે. જ્યારે ઘણા લોકોએ ટિપ્પણી કરીને પ્રતિભાવ આપ્યો છે. એક યુવકે લખ્યુ- ‘બાળકો સવાલ ના પૂછે.. બાળકો અવાજ ના કરે.. બાળકો તોફાન ના કરે.. આ બધાથી બચવા માટે આજકાલ મા-બાપ બાળકોને નાનપણથી જ મોબાઈલ થમાવી દે છે.. જેથી તેમને બાળકનું ધ્યાન ન રાખવુ પડે.. અને જ્યારે લત લાગી જાય ત્યારે આ જ પ્રકારના પરિણામ ભોગવતા હોય છે.’
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Children, Latest viral video, Video viral

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन