Home /News /eye-catcher /અહીં સુહાગરાતના દિવસે પતિ-પત્ની સાથે રૂમમાં સૂઇ જાય છે દીકરીની માતા! જાણો બીજી વિચિત્ર પરંપરા વિશે

અહીં સુહાગરાતના દિવસે પતિ-પત્ની સાથે રૂમમાં સૂઇ જાય છે દીકરીની માતા! જાણો બીજી વિચિત્ર પરંપરા વિશે

વિચિત્ર પરંપરા. પ્રતિકાત્મક તસવીર:canva

weird tradition related to first night: ધણાં બધા દેશોમાં લગ્ન પછી અને પહેલા અનેક પ્રકારના વિચિત્ર રિવાજો હોય છે. આ રિવાજોનું આજે પણ અનેક જગ્યાઓમાં પાલન કરવામાં આવે છે. આ રિવાજો સાથે અનેક માન્યતાઓ જોડાયેલી હોય છે. તો તમે પણ જાણો આ વિચિત્ર રિવાજો વિશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પરણેલાં હોય કે કુંવારા... સુહાગરાત એટલે કે ફર્સ્ટ નાઇટ (weird tradition related to first night) શબ્દ સાંભળતા જ અનેક લોકોના ચહેરા પર ખુશી છવાઇ જાય છે. દરેક વ્યકિત માટે આ દિવસ ખાસ હોય છે. આ દિવસનું નામ સામે આવતા જ લોકો પોતાના દિવસને યાદ કરીને મનમાં ખુશ થતા હોય છે. ફિલ્મો અને ટીવી સિરીયલોમાં સુહાગરાતને કંઇક વધારે પ્રમાણમાં જ રોમેન્ટિક બતાવવામાં આવે છે, પરંતુ રિયલ લાઇફમાં આટલું બધુ હોતુ નથી. આ દિવસે વ્યક્તિની પોતાની સ્થિતિ ઠીક ના હોવાને કારણે મોટાભાગના કપલ એકબીજાને સમજવામાં અને વાતોમાં કરીને આ દિવસને એન્જોય કરતા હોય છે.

    અલગ-અલગ દેશોમાં સુહાગરાત સાથે જોડાયેલી અનેક માન્યતાઓ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી જગ્યા પર લગ્ન પછી કપલને થોડા દિવસ માટે એકબીજા સાથે સુવા દેવામાં આવતા નતી. પરંતુ આ બધા કરતા વિચિત્ર માન્યતા આફ્રિકા (Mother sleeps with daughter on first night)ના કેટલાક પ્રાંતમાં છે જેમાં સુહાગરાતના દિવસે છોકરીની સાથે એની મમ્મી સૂઇ જાય છે.

    આ પણ વાંચો: બેંકેની એક 'ભૂલ'થી કરોડપતિ બની કોલેજ સ્ટુડન્ટ

    આફ્રિકામાં ઘણી બધી જગ્યાઓ પર આજે પણ વર્ષો જૂની પરંપરા અનુસાર લોકો ચાલે છે. જો કે લોકોના વિચારોમાં બદલાવ આવવાને કારણે હવે અનેક રિવાજોમાં પણ ઘણાં બધા ફેરફારો થતા જાય છે. પરંતુ આ રિવાજ આજના આ સમયમાં પણ આફ્રિકામાં આવેલી અનેક જગ્યાઓ પર પાલન કરવામાં આવે છે.

    આ કારણે માતા સૂઇ જાય છે દીકરી સાથે


    આ માન્યતાઓ અનુસાર જે રૂમમાં પતિ-પત્ની લગ્ન પછી પહેલી વાર ઊંધે છે ત્યાં જ દીકરીની માતા પણ એ જ રૂમમાં સાથે સૂઇ જાય છે. ઘણાં ખરા કિસ્સાઓમાં એવું પણ થતુ હોય છે જેમાં દીકરીની માતા હોતી નથી. ત્યારે આ દિવસે માતાની જગ્યાએ ઘરના કોઇ વડીલ મહિલા દીકરી સાથે સૂઇ જાય છે. આ પાછળ એ માન્યતા છે કે, માતા આ દિવસે પતિ-પત્નીને પોતાના સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપે છે અને દુલ્હનને સમજાવે છે આ ખાસ દિવસે શું કરવું જોઇએ. આટલું જ નહીં પરંતુ સુહાગરાતના પછીના દિવસે સવારમાં માતા પરિવારના લોકોને આ વાતની પુષ્ટિ કરે છે અને કહે છે કે નવવિવાહિત કપલે લગ્નની શરૂઆત ખૂબ સારી રીતે કરી છે.

    આ પણ વાંચો: બાળકે ટીચરને મનાવવા ગાલ પર ચૂમી આપી

    દુનિયામાં ઘણી જગ્યાએ છે વિચિત્ર માન્યતાઓ


    માત્ર આફ્રિકામાં જ નહીં, પરંતુ દુનિયામાં ઘણી બધી જગ્યાઓએ આ પ્રકારની અલગ-અલગ માન્યતાઓ હોય છે. એક એવી જ માન્યતા ક્યૂબામાં પણ છે જ્યાં દુલ્હનની સાથે ડાન્સ કરવા માટે મહેંમાનોંને પૈસા આપવા પડે છે અને આ પૈસા દુલ્હને ગાઉનમાં નાંખવા પડે છે. આ રીતે સ્કોટલેન્ડમાં લગ્નના થોડા દિવસો પહેલા દુલ્હા-દુલ્હનને કિચડમાં ફેંકવામાં આવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: અજબ ગજબ, અજબ ગજબ સમાચાર, આફ્રિકા, પરંપરા, લગ્ન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन