Home /News /eye-catcher /

માતાએ 7 મહિનાના પુત્રને ઓનલાઇન વેચાણ માટે મૂક્યો! લોકોએ પૂછ્યા રમૂજી પ્રશ્નો

માતાએ 7 મહિનાના પુત્રને ઓનલાઇન વેચાણ માટે મૂક્યો! લોકોએ પૂછ્યા રમૂજી પ્રશ્નો

મહિલાએ તેની 7 મહિના જૂની તસવીર ફેસબુકના સેલિંગ સર્વિસ માર્કેટપ્લેસ પર વેચાણ માટે લિસ્ટ કરી હતી. (તસવીર-Social Media)

Mother Lists Baby For Sale: તમારી સાથે પણ ક્યારેક એવું થશે કે તમે કરવા કંઈ અલગ જતા હશો અને થઈ કંઈ અલગ (Wrong Post On Wrong Place) જતુ હશે. બ્રિટિશ માતા સાથે પણ આવું જ બન્યું હતું (British Mother lists baby for sale). મહિલાએ ફેસબુક (Facebook)ના સેલિંગ સર્વિસ માર્કેટપ્લેસ (Marketplace) પર વેચાણ માટે તેમના 7 મહિના બાળકનો ફોટો લિસ્ટ કર્યો હતો.

વધુ જુઓ ...
અનુભવ પછી જ સમજી શકાય છે. આવું જ કંઈક (British Mother lists baby for sale) બ્રિટનની એક માતા સાથે બન્યું હતું (Mother Lists Baby For Sale). જ્યારે તેણે તેના 7 મહિનાના પુત્રને વેચાણ માટે ફેસબુક પર મૂક્યો હતો. આ વાર્તા ખરેખર રસપ્રદ છે.

ઈંગ્લેન્ડના લીડ્ઝ (Leeds, England)માં રહેતી લ્યુસી બેટલ (Lucy Battle)ના ઘરમાં લાંબા સમયથી એક સોફા પડી રહ્યો હતો. તે તેને વેચવા માંગતી હતી. તેઓ ઘરે બેઠા કે તરત જ તેમના સોફામાંથી સારા પૈસા મેળવવા અને તેના સ્થાને નવા સોફા માટે માર્કેટપ્લેસ પર જાહેરાત મૂકી. હવે તેમને ખબર નહોતી કે તેમના હાથથી કેટલી વિચિત્ર ભૂલ થવાની છે.

સોફાની જગ્યાએ પુત્રની નાખી તસવીર
લ્યુસી બેટલ તેના સોફાના વેચાણ માટે એક જાહેરાત બનાવી લખ્યું કે- હું આજે આને વેચવા માંગુ છું. ત્યારબાદ તેણે સોફાની 3-4 તસવીરો જોડી અને તેને માર્કેટપ્લેસ પર અપલોડ કરી. 20 વર્ષીય લ્યુસીને સોફાની જાહેરાત સાથે આકસ્મિક રીતે તેના 7 મહિનાના પુત્ર ઓસ્કારની તસવીર જોડી દીઘી હતી.

આ પણ વાંચો: બોલિવૂડની આ 10 અભિનેત્રીઓએ વેબ સિરીઝમાં આપ્યા જબરદસ્ત Bold સીન્સ, મચાવી દીધો હંગામો

જેનો તેને કોઈ ખ્યાલ નહોતો. લીડ્ઝ લાઇવ સાથે વાત કરતા લ્યુસીએ જણાવ્યું હતું કે તેણે ભૂલથી સોફા સાથે બાળકની તસવીર મૂકી હતી. તે પછી તેમને સોફાને બદલે બાળક વિશે લોકોના સંદેશા મળવા લાગ્યા.

આ પણ વાંચો: ગજબ! દુનિયાની પહેલી એવી બસ, જે રસ્તા પર ચાલશે અને પાટા પર પણ દોડશે

લોકોએ આપી રમૂજી પ્રતિક્રિયા
મિરરના અહેવાલ મુજબ, લ્યુસીને લાગ્યું કે લોકો તેને સોફા વિશે પૂછી રહ્યા છે, પરંતુ પ્રતિક્રિયાઓ તેના પુત્રની તસવીર વિશે હતી. બધા તેના વિશે મજાક કરી રહ્યા હતા અને લ્યુસીને કંઈક રમૂજી કહી રહ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું: શું હું તેને મારા કિશોર સાથે બદલી શકું? અન્ય એક યુઝરે લખ્યું- બાકીના બાળકો સાથે તેને શું ગમશે? જ્યારે લ્યુસીને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે જણાવ્યું કે આ તસવીર ભૂલથી પોસ્ટ કરવામાં આવી છે અને તે તેના બાળકને પોતાનાથી બિલકુલ દૂર રાખવા માંગતી નથી.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare Stories, Shocking news, Weird news, અજબગજબ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन