શ્રાવણ મહિનામાં વિચિત્ર કિસ્સોઃ વહૂ ભાગી ગઈ તો સાસુએ જીભ કાપીને ભગવાન શંકરને ચઢાવી

News18 Gujarati
Updated: August 17, 2020, 9:36 PM IST
શ્રાવણ મહિનામાં વિચિત્ર કિસ્સોઃ વહૂ ભાગી ગઈ તો સાસુએ જીભ કાપીને ભગવાન શંકરને ચઢાવી
પ્રતિકાત્મક તસવીર

એવું માનવામાં આવે છે કે કોઈ જીભ કાપીને ભગવાનને ચઢાવી દે તો ભાગેલી વ્યક્તિ પરત આવી જાય છે.

  • Share this:
જમશેદપુરઃ ઝારખંડના (jharakhand) જમશેદપુરમાં અંધશ્રદ્ધાનો (Superstition) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક વહૂ (daughter in law) ઘરેથી ભાગી ગઈ તો સાસુએ પોતાની જીભ કાપીને શંકર ભગવાનના (lord Shankar) ફોટો ઉપર ચઢાવી દીધી હતી. સાસુનું માનવું છે કે આવું કરવાથી વહૂ પાછી આવી જશે.

આ આખી ખટના આર આઈટી પોલીસ સ્ટેશન એનઆઈટી કેમ્પસની છે. અહીં એક સાસુએ પોતાની વહૂ ભાગી ગયા બાદ પોતાની જીભ કાપીને ભગવાન શંકરના ફોટા ઉપર ચઢાવી દીધી હતી. સાસુને તાત્કાલિક સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

મહિલાના પતિનું કહેવું છે કે ગામમાં જ્યારે કોઈ ભાગી જાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે કોઈ જીભ કાપીને ભગવાનને ચઢાવી દે તો ભાગેલી વ્યક્તિ પરત આવી જાય છે. એટલા માટે મહિલાએ પણ પોતાની જીભ કાપીને શંકર ભગવાનના ફોટોને ચાઢાવી દીધી.

આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા જતા મહિલાને મળ્યું મોત, કરી હતી આવી ભૂલ

હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિએ જણાવ્યું કે વહૂ શૌચ માટે નીકળી અને પોતાની દોઢ વર્ષની બાળકીને લઈને ફરાર થઈ ગઈ હતી. જાણકારી મળતા ખબર પડી કે મહિલા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-કોરોના પણ કંઈ ન બગાડી શક્યો આ પ્રેમીઓનું, ગંભીર દર્દીએ હોસ્પિટલમાં કર્યા લગ્નઆ પણ વાંચોઃ-યુવકનું જોરદાર ઈનોવેશન! માત્ર રૂ.3500માં બનાવી AC વાળી PPE કિટ, 5-6 કલાક રહેશે ઠંડક

અત્યારે હોસ્પિટલમાં સાસુની સારવાર ચાલી રહી છે. મહિલાને હજી પણ વિશ્વાસ છે કે તેની વહૂ જલદી પરત આવશે. કારણ કે તેણે પોતાની જીભ કાપીને ચઢાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાનો પ્રભાવ જોવા મળે છે. વિચિત્ર માનતાઓના પગલે પણ લોકો પોતાના અને અન્ય લોકોના શરીરને નુકસાન પહોંચાડે છે. થોડા સમયમાં પહેલા પુત્ર પ્રાપ્ત માટી ગયેલી મહિલાના શરીરમાં તાંત્રિકે ખીલો ઠોકી હતી. જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. આવા અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે.
Published by: ankit patel
First published: August 17, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading