Home /News /eye-catcher /

Viral: બાળકીની ઉછેરવાથી લઈને કુકિંગ સુઘી, બઘુ જ પગથી કરે છે માતા! જન્મથી જ નથી બંને હાથ

Viral: બાળકીની ઉછેરવાથી લઈને કુકિંગ સુઘી, બઘુ જ પગથી કરે છે માતા! જન્મથી જ નથી બંને હાથ

માતા પાસે જન્મથી જ હાથ નથી, પુત્રીના ઉછેરથી લઈને બઘુ તેના પગ પર કરે છે

સરાહ તાલ્બી (Sarah Talbi) નામના મહિલા બેલ્જિયમ (Belgium News) ખાતે રહે છે અને બંને હાથ વગર (Mother born without arms) પોતાની જીંદગીમાં બઘુ જ હોંસલા અને બળ પર હાંસિલ કર્યું છે.

    Mother Without Hands: જે લોકો હાથ અને પગને યોગ્ય રીતે સલામત હોવા છતાં પણ રડ્યા કરે છે, તેમના માટે સરાહ તાલબી (Sarah Talbi)ની વાર્તા કોઈ મિસાલ (Inspirational Story)થી ઓછુ નથી. સારાહનો જન્મ હાથ વગર થયો હતો, પરંતુ આજે તે માત્ર પોતાના પગ પર જ ઉભી નથી, પરંતુ 3 વર્ષની બાળકીને ઉછેરવા, તેના પગના સહારે લોકો પાસેથી તેના તમામ કામ કરાવે છે. તેમનું આ સંઘર્ષ (Mother born without arms) તમારો જાવન જીવવાને નજરીયો બદલી નાખશે.

    સારાહ તાલબી બેલ્જિયમની રહેવાવાળી છે અને તે જન્મજાત અપંગતાનો શિકાર બની હતી. જોકે, તેઓ ક્યારેય પણ મજબૂરી પર રડતી નથી, કારણ કે તે હાથોના કામ પણ પગથી કરવા લાગી છે. આજે, તે જે ઝડપે પગના સહારે ખાવાનું બનાવવાથી માંડીને વાળ સુકવવા અને બાળકને તૈયાર કરવાનું કામ કરે છે તે આપણી કલ્પનાની બહાર છે.

    હાથનું કામ પગ સાથે કરે છે

    સારાહ તાલ્બી એક આર્ટિસ્ટ છે અને તેમની 3 વર્ષની એક બાળકી પણ છે. બાળકીનું નામ લિલિયા છે અને તેને બેડથી ઊંચકવું અને ફરી સ્કૂલ માટે તૈયાર કરવાનું કામ સરાહ પોતે જ કરે છે. તેમના હાથોના બદલે પગ પર ઉન્નતતા વધે છે અને તેઓ ખૂબ જ કુશળતાથી બધું જ કામ નિપટાવતા હોય છે. છોકરીના જન્મ સમયે સારાહ તેને ઉપાડતી વખતે થોડી ડરી ગઈ હતી, પરંતુ પછી તેને તેની આદત પડી ગઈ. હવે તે શાકભાજી કાપવાનું અને ખાવાનું રાંધવાનું કામ પણ ખુરશી પર બેસીને ખૂબ જ નિપુણતાથી કરે છે.

    આ પણ વાંચો: મહાકાય માછલીના પેટમાંથી જીવતો બહાર નીકળ્યો શખ્સ, જણાવ્યું પેટની અંદર શું શું જોયું?

    YouTube પર વિડિઓ શેર કરે છે

    સરાહ તાલ્બીએ પોતાની રોજિંદા જીવનના વીડિયો યૂટ્યૂબ પર શેર કરે છે. તેમના 2 લાખ 74 હજાર ફોલોઅર્સ છે, જેઓ તેમના જીવન જીવવાની રીતમાંથી પ્રેરણા લે છે.

    આ પણ વાંચો: માછીમારી માટે બાળકનો જુગાડ જોઈ Anand Mahindra પણ થયા પ્રભાવિત

    તે આશ્ચર્યચકિત છે કે ઘણા લોકો તેની ખામીઓ વિશે જાણવા માંગે છે. તેણી કહે છે કે તેની પુત્રી લીલિયા પણ તેની પરિસ્થિતિને સમજે છે અને તે પણ તે જ રીતે પ્રતિક્રિયા આપે છે. તેણીને તેના જીવનમાં ઘણી બધી બાબતોમાં તેના પતિનો સાથ મળે છે. શરૂઆતમાં તે બાળકના કામમાં પતિની મદદ લેતી હતી, પરંતુ ધીમે-ધીમે તે પોતે જ કરવા લાગી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, Positive story, Viral news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन