અહી છોકરીઓને કરવા પડે છે તેમના પિતા સાથે લગ્ન! જાણો કારણ

 • Share this:
  કહેવાય છે કે માતા -પુત્રીના સંબંધ એક મિત્ર જેવા હોય છે. બંને એકબીજાથી કંઈપણ છુપાવી શકતા નથી, પરંતુ એવુ પણ થઈ શકે છે કે માતા અને તેની પુત્રીને એક જ પતિ સાથે રહેવુ પડે! તમને કદાચ આ વાત સાચી નહી લાગે પરંતુ જે માતાની કુખમાં જન્મેલી દીકરી મોટી થઇને તેમની શૌતન બની જાય છે.

  જી હા, વિશ્વભરમાં અનેક પરંપરાઓ લગ્ન માટે નિભાવવામાં આવે છે. આજે અમે તમને એક આદિજાતિ વિશે જણાવીશુ જ્યાં પુત્રીને માત્ર તેના પિતા સાથે લગ્ન કરવા પડે છે. ખરેખર, આ બાંગ્લાદેશની મંડી આદિજાતિની એક વિચિત્ર પરંપરા છે, જ્યાં તેને અપનાવવામાં આવે છે.

  એક વેબસાઇટ અનુસાર, 30 વર્ષની ઓરોલા ડાલબોટ્ટના પિતાનુ મોત ત્યારે થયુ જ્યારે તે ખુબ નાની હતી. ઓરોલા એટલી નાની હતી કે તેની માતાએ બીજા સાથે લગ્ન કર્યા. ઓરોલા કહે છે કે બીજા પિતાનું નામ નોર્ટેન હતું.

  તે ક્યારેક એ પણ વિચારતી હતી કે તેની માતા કેટલી નસીબદાર છે કે તેને નોટેન જેવો પતિ મળ્યો. ઓરોલા કહે છે કે જ્યારે તે કિશોરાવસ્થામાં પ્રવેશી ત્યારે તેમને ખબર પડી કે તેમના બીજા પિતા, નોટ્ટન, તેમના પતિ હતા. આ સાંભળીને, ઓરોલાના પગ નીચે જમીન સરકી ગઈ. જે માણસને પિતા તરીકે જોયો હતો, બાદમાં જાણવા મળ્યું કે ત્રણ વર્ષની ઉંમરે જ તેણે તેના પિતા સાથે લગ્ન કર્યાં છે.  અહી એવી પરંપરા છે જે ત્યારે અપનાવવામાં આવે છે જ્યારે એક મહિલાના પતિનું નાની ઉંમરે મોત થાય છે. આવા કિસ્સામાં, સ્ત્રીને માત્ર તેના પતિના પરિવારમાંથી જ નાની ઉમરના માણસ સાથે લગ્ન કરવા પડે છે. ઓરોલાની માતા સાથે પણ આવુ જ થયુ હતુ. આવી પરિસ્થિતિમાં નાની ઉમરમા નવા પતિના લગ્ન તેમની બનનાર પત્નીની પુત્રી સાથે એક જ મંડપમાં કરાવવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે ઓછી ઉમરમાં પતિ નવી પત્ની અને તેમની પુત્રીનો પતિ બનીને લાંબા સમય સુધી સંભાળ રાખી શકે છે. તે એક મોટું વિચિત્ર છે. પરંતુ આવી પરંપરાને લીધે, ઓરોલાના ત્રણ બાળકો છે. અને તેની માતાના નોર્ટિન સાથે બે બાળકો છે.

  બંને માતા અને પુત્રી એક જ પતિ સાથે એક જ ઘરમાં રહે છે. એ પણ બાબત છે કે આવી પરંપરાને કારણે, માતા અને પુત્રી વચ્ચેનો સંબંધ પહેલા જેવો રહેતો નથી. . ઓરોલા અને તેમની માતા વચ્ચે નોર્ટેનને લઇને તકરાર છે. બંને પતિને લીધે એકબીજાને પસંદ કરતા નથી.
  Published by:Bhoomi Koyani
  First published: