Photoમાં પાક્કી દોસ્ત લાગી રહી છે આ યુવતીઓ, તસવીર પાછળનું સત્ય જાણીને તમારા પણ ઉડી જશે હોશ!

માતા-દીકરીનો ફોટો વાયરલ

તમે તેમના દોસ્ત માની રહ્યા હશો, અથવા બે બહેનો સમજી રહ્યા હશો. જોકે, અસલ જિંદગીમાં એવું નથી. તેમનો સંબંધ તેના કરતા પણ નજીકનો છે.

  • Share this:
    કેટલીકવાર ચિત્રોમાં જેવો દેખાય છે તેવું હોતુ નથી. હા, ક્યારેક આંખો પણ છેતરાઈ શકે છે. TikTok પર ખુબ પોપ્યુર થઈ રહેલી આ તસવીર (Picture Puzzle) માં દેખાઈ રહેલી બે યુવતીઓને સહેલીઓ (Mother Daughter mistaken as Friends) માની રહ્યા હશો, અથવા બે બહેનો સમજી રહ્યા હશો. જોકે, અસલ જિંદગીમાં એવું નથી. તેમનો સંબંધ તેના કરતા પણ નજીકનો છે.

    જ્યારે TikToker ntcynthiaslam એ સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ માટે આ તસવીર અને કેટલાક વીડિયો (Social Media Video) મુક્યા, ત્યારે તેમણે તરત જ આ તસવીર પર ટિપ્પણી કરી અને પોતાના મિત્રોને કહ્યું. કેટલાક લોકો તેમને બે બહેનોની જોડી પણ કહે છે. પછી જ્યારે તસવીર પાછળનું સત્ય બહાર આવ્યું ત્યારે બધા પોતાની આંખો ચોળવા લાગ્યા હતા. વાસ્તવમાં આ મહિલાઓ માતા દીકરી (Mother Daughter mistaken as Friends) છે. પરંતુ બધા મિત્રો સમજી ભૂલ કરી બેસે છે

    એકબીજાથી સંપૂર્ણપણે અલગ દેખાય છે

    અમેરિકાના નેશવિલેમાં રહેતી મા-દીકરી (Young Looking Mother) ની જોડીને જોઈને કોઈ એમ કહી શકે નહીં કે તેમની ઉંમરમાં આટલો તફાવત હશે. પરંતુ, આ સત્ય છે કે, સિન્થિયાએ આ તસવીર માત્ર તેની કિશોરવયની પુત્રી સાથે લીધી છે. આ તસવીરની સાથે તેણે પોતાનો અને તેની પુત્રીનો જૂનો ફોટો પણ શેર કર્યો છે. બંને ફોટામાં સિન્થિયા અને તેની પુત્રી એક જ પોઝમાં જોવા મળી રહી છે. ફક્ત આ તસવીર ઘણા વર્ષો પહેલાની છે અને નવી તસવીર હમણાં જ લેવામાં આવી છે. સિન્થિયાની પુત્રીનો ચહેરો પણ તેની માતાથી ખૂબ જ અલગ છે, તેથી તેને જોઈને તે મા અને દીકરી છે તે માનવું મુશ્કેલ છે.

    આ પણ વાંચોVideo: યુવક મૃતદેહ સામે લગાવી રહ્યો હતો ઠુમકા, પાછળ તાલ આપી રહી યુવતીઓ, 'અર્થી ડાન્સ' થયો વાયરલ!

    સોશિયલ મીડિયા આ જોડી પર થયું ફીદા

    સિન્થિયા ક્રિટિકલ કેર નર્સ તરીકે કામ કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. અત્યાર સુધી 3 લાખ 69 હજારથી વધુ લોકોએ તેમની આ તસવીર અને વીડિયો જોયો છે, જ્યારે હજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. આ અંગે ટિપ્પણી કરતા એક વ્યક્તિએ કહ્યું છે કે, તેને જરાય ખબર ન પડી કે, આ તસવીર પાછળનું સત્ય અલગ જ છે. અન્ય એક વ્યક્તિનું કહેવું છે કે, તેમને લાગ્યું કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કોઈ માતા અને પુત્રી તો નથી જ. મોટાભાગના લોકોએ સિન્થિયાના યુવાન દેખાવ પર પ્રેમ વરસાવ્યો છે, એમ કહીને કે તે ખૂબ જ યુવાન દેખાય છે અને ગમે તે એન્ગલથી આવડી મોટી દીકરીની માતા હોય તેવું લાગતું નથી.
    Published by:kiran mehta
    First published: