Home /News /eye-catcher /Viral Video: આ છે 'દુનિયાનો સૌથી અશક્ય ડાન્સ', માઈકલ જેક્સનને પણ તેમાંથી મળી હતી પ્રેરણા

Viral Video: આ છે 'દુનિયાનો સૌથી અશક્ય ડાન્સ', માઈકલ જેક્સનને પણ તેમાંથી મળી હતી પ્રેરણા

આ નૃત્ય સ્વરૂપ 1950 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું.

Most impossible dance in the world: વિશ્વની વિશિષ્ટતા દર્શાવતા વીડિયો અવારનવાર @earthpix નામના Instagram એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક અદભૂત ડાન્સ ફોર્મનો વીડિયો જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
    Most impossible dance in the world: ડાન્સ એટલે નૃત્ય એ માનવ લાગણીઓને વ્યક્ત કરવાની રીત છે. લોકો ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે અને પોતાના દુ:ખ પણ શેર કરે છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ નૃત્ય સ્વરૂપો અસ્તિત્વમાં છે જે એકબીજાથી તદ્દન અલગ છે. ભલે આ સ્વરૂપો અન્ય લોકો માટે વિચિત્ર અથવા મુશ્કેલ લાગે છે, તેઓ જેટલા દેખાય છે તેટલા નથી. જો કે, વિશ્વમાં એક એવું નૃત્ય છે જેને 'દુનિયામાં સૌથી અશક્ય નૃત્ય' તરીકે ગણવામાં આવે છે. જ્યારે તમે આ નૃત્ય જોશો, ત્યારે તમે પોતે જ સમજી શકશો કે તેને આવું કેમ કહેવામાં આવે છે.

    વિશ્વની વિશિષ્ટતા દર્શાવતા વીડિયો અવારનવાર @earthpix નામના Instagram એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક અદભૂત ડાન્સ ફોર્મનો વીડિયો જોવા મળી રહ્યો છે. આમાં એક વ્યક્તિ વિચિત્ર ડ્રેસ પહેરીને ડાન્સ કરતો જોવા મળે છે. ભારતના કથકલી નૃત્યમાં નૃત્ય કરનારા નર્તકો પણ અનોખા કપડાં પહેરે છે અને તેમના ચહેરા પર ખાસ મેક-અપ કરે છે. આ વીડિયોમાં ડાન્સરનો આખો આઉટફિટ એકદમ અલગ છે. ચહેરા પર માસ્ક પહેરવામાં આવે છે અને તેથી જ આ નૃત્યને ઝૌલી માસ્ક ડાન્સ કહેવામાં આવે છે.

    ડાન્સર અનોખો ડાન્સ કરતો જોવા મળ્યો


    વિડીયોમાં આપેલા કેપ્શન મુજબ- "જાઓલી માસ્ક ડાન્સને અનૌપચારિક રીતે "વિશ્વમાં સૌથી અસંભવિત ડાન્સ" તરીકે ઓળખવામાં આવે છે. તે મધ્ય આઇવરી કોસ્ટના ગુરો લોકોનું પરંપરાગત નૃત્ય છે. લોકોનું માનવું છે કે આ ડાન્સ ફોર્મથી પ્રખ્યાત પોપ સિંગર માઈકલ જેક્સનને પણ પ્રેરણા મળી હતી અને તેને તેના ઘણા ડાન્સ મૂવ્સ મળ્યા હતા.






    આ પણ વાંચો: મહિલાઓના પ્રાઈવેટ પાર્ટની પણ સુન્નત! 92 દેશોમાં થાય છે આ

    આ નૃત્યને 2017 માં યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉમેરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ નૃત્ય 1950 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. તે ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે જેઓ વર્ષોથી તેની પ્રેક્ટિસ કરે છે. આ લોકો ચપ્પલ પહેરે છે પરંતુ તેમ છતાં અદભૂત ડાન્સ મૂવ્સ કરે છે.

    આ પણ વાંચો: સ્મશાનમાં શા માટે નથી જતી મહિલાઓ? મૃત શરીરને કેમ નથી આપતી અગ્નિદાહ?

    વીડિયો થઈ રહ્યો છે વાયરલ


    આ વીડિયોમાં નૃત્યાંગનાએ પોતાની જાતને અનોખી રીતે તૈયાર કરી છે અને આખા શરીરને બદલે તે અનોખી રીતે માત્ર પગને હલાવીને ડાન્સ કરી રહી છે. આ વીડિયોને 21 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે તે વ્યક્તિ તેના પગને એટલી ઝડપથી ખસેડી રહ્યો હતો કે તે કેમેરા ઓપરેટર હોવો જોઈએ કારણ કે તેને કેમેરાને પકડવા માટે કોઈ સાધનની જરૂર નથી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Dance video, Trending, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन