એક દ્રાક્ષની કિંમત છે 35 હજાર રૂપિયા, એક કિલોના ભાવમાં ખરીદી શકો છો કેટલાય તોલા સોનુ

એક દ્રાક્ષની કિંમત છે 35 હજાર રૂપિયા

આ દ્રાક્ષ માર્કેટમાં વહેંચાતી નથી. તેની બોલીઓ લાગે છે. ઓક્શનમાં સૌથી વધુ પૈસા લગાવનાર આ ફળને ઘરે લઇ જાય છે

  • Share this:
ભારતમાં હાલ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોથી સામાન્ય માણસ પરેશાનીમાં મુકાયો છે. ધ્યાનથી જોઇએ તો ગત થોડા સમયમાં જ મોંઘવારીનો દર ખૂબ ઝડપથી વધ્યો છે. ખાવાના તેલથી માંડીને અન્ય તમામ ચીજવસ્તુઓના ભાવો ઘણા વધી ગયા છે. આ વચ્ચે અમે તમને જાપાનમાં થતી એક ખાસ દ્રાક્ષ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ દ્રાક્ષના એક દાણાની કિંમત 35 હજાર રૂપિયા છે. સાથે જ આ દ્રાક્ષ માર્કેટમાં વહેંચાતી નથી. તેની બોલીઓ લાગે છે. ઓક્શનમાં સૌથી વધુ પૈસા લગાવનાર આ ફળને ઘરે લઇ જાય છે. પરંતુ વિચારવાની વાત એ છે કે આટલું મોંઘુ ફળ કોઇ કઇ રીતે ખાઇ શકે છે?

આમ તો ભારતમાં જ તમે દ્રાક્ષના ઘણા પ્રકારો મળી જશે. પરંતુ અહીં લીલી અને કાળી દ્રાક્ષને વધુ પસંદ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ પણ ઘણો અલગ હોય છે. પરંતુ દરેક દ્રાક્ષ જાપાનમાં મળતા રૂબી રોમનની સામે ફેઇલ છે. આ દ્રાક્ષ ખૂબ જ મોટી સાઇઝની હોય છે. એક દ્રાક્ષનો દાણો ટામેટા જેટલો મોટો હોય છે. સાથે જ તે ખૂબ મીઠા પણ હોય છે. એક્સ્ટ્રા સ્વીટનેસના કારણે તેને ઓળખવામાં આવે છે. સૌથી ખાસ વાત કે તેને જાપાનની કંપની જ તૈયાર કરે છે. ઇશિકાવા પ્રી ફેક્ચરલ સિવાય તેને કોઇ ઉગાડતું નથી.

આ પણ વાંચો - સૌથી નબળા પાસપોર્ટની યાદી જાહેર, પાકિસ્તાનની હાલત ખરાબ, જાણો ભારતની કેવી છે સ્થિતિ



હવે વાત કરીએ કિંમતની. આપને જણાવી દઇએ કે આ દ્રાક્ષ માર્કેટમાં વહેંચાતી નથી. તેનું વેચાણ હરાજી દ્વારા થાય છે. લોકો દ્રાક્ષની બોલી લગાવે છે. છેલ્લે થયેલા ઓક્શનમાં તેના 24 દાણા 8 લાખ 17 હજાર રૂપિયામાં વહેંચાયા હતા. એટલે કે એક દાણાની કિંમત લગભગ 35 હજાર રૂપિયા. જો તેના આધારે અનુમાન લગાવીએ તો આ દ્રાક્ષના એક કિલોના બદલામાં તમે ઘણા તોલા સોનુ ખરીદી શકો છો.

આપને જણાવી દઇએ કે એવા ઘણા અન્ય ફળ પણ છે જે ખૂબ જ મોંઘા વહેંચાય છે. હાલમાં જ ભારતમાં મધ્ય પ્રદેશમાં એક કેરી ઘણી વાયરલ થઇ હતી. તેની સુરક્ષા માટે બોડીગાર્ડ્સ લગાવવામાં આવ્યા હતા. એક કેરીનું વજન એક કિલો અને ભાવ અઢી લાખ રૂપિયા હતો. તેવી રીત દુનિયામાં એવા ઘણા પ્રકારના ફળ પણ છે જે ઘણા મોંઘા વહેંચાય છે. તેમાં જાપાનના ચોરસ તરબૂચ પણ સામેલ છે. જેની કિંમત 60 હજાર રૂપિયા છે. આ સિવાય જાપાનની સેંબિકિયા સ્ટ્રોબેરી પણ 6 હજારમાં માત્ર 12 પીસ મળે છે.
First published: