ઘરે એક એવી જગ્યા છે, જ્યાં માણસ સૌથી વધારે પોતાની જાતને સુરક્ષિત માને છે. બહારનો તમામ થાક માણસ ઘરની અંદર ભૂલી જાય છે. પણ જો આ ઘર સુરક્ષિત હોવાના બદલે દુનિયામાં સૌથી ખતરનાક જગ્યામાં સામેલ હોય તો, શું થાય? જી હાં...આજે અમે આપને આવા જ એક અપાર્ટમેન્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને દુનિયાનું સૌથી ખતરનાક બિલ્ડીંગ કહેવાય છે. જી હાં. આનાથી વધારે અસુરક્ષિત અપાર્ટમેન્ટ તમે ક્યાંય જોયું નહીં હોય.
અમે વાત કરી રહ્યા છીએ વેસ્ટ લંડનના વિલો ટ્રી લેનની. આ જગ્યાનો ઈતિહાસ ક્રાઈમ લેવલ્સમાં છે. તેની દુનિયાની સૌથી ખતરનાક રિયલ એસ્ટેટમાં ગણતરી થાય છે. તેની આજૂબાજૂમાં રહેતા લોકો રાતના સમયે પણ તેની નજીક જતાં થરથર કાંપે છે. હકીકતમાં જોઈએ તો, આ બિલ્ડીંગનો ઈતિહાસ અને અહીંના રેસિડેંસને જોયા બાદ કોઈને પણ અહીં રહેતા ડર લાગે. અહીં હાઈ ક્રાઈમ લેવલનો એક ઈતિહાસ રહ્યો છે. કહેવાય છે કે, આ બિલ્ડીંગમાં ફક્ત ક્રિમિનલ્સ જ રહે છે.
આ વર્ષે થયા કેટલાય ક્રાઈમ
OurWatch નામની એક સાઈટના જણાવ્યા અનુસાર, આ વર્ષે માત્ર ત્રણ મહિનામાં આ એરિયાની આજૂબાજૂમાં લગભગ 463 ક્રાઈમ્સ થયા છે. આ તમામ કેસ આ બિલ્ડીંગના એક માત્ર મીલના રેડિયસમાં થયા છે. ત્યારે હવે આજૂબાજૂમાં રહેતા લોકો ડરવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, કેવી રીતે એક બિલ્ડીંગના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. કોઈ પણ વ્યક્તિ સાંજના સમય બાદ આ બાજૂ આવવાનું વિચારતા નથી.
બરબાદ થઈ ગઈ માર્કે
માય લંડન સાથે વાતચીત કરતા અહીં રહેલા એક લોકલ શખ્સે જણાવ્યું કે, તે કેટલાય વર્ષથી અહીં દુકાન ચલાવે છે, પણ હવે મુશ્કેલ છે. આ અપાર્ટમેન્ટમાં રહેતા લોકો દુકાનમાં આવે છે અને મફતમાં સામાન ઉઠાવીને નીકળી જાય છે. કોઈ તેનો વિરોધ પણ કરી શકતા નથી. જો વિરોધ કર્યો તો, આપને જીવ ખોવાનો વારો આવશે. તો વળી 67 વર્ષની એક મહિલાએ જણાવ્યું કે, એ તો હવે પોતાના ઘરમાંથી બહાર પણ નથી નીકળતી. તે પોતાના ઘરની અંદર સુરક્ષિત અનુભવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર