Home /News /eye-catcher /Russiaનો સૌથી નિર્દયી શાસક જેણે પોતાના જ પુત્રનો લીધો હતો જીવ, દેશદ્રોહીઓને મારી નાખી કૂતરાઓને ખવડાવતો હતો લાશ

Russiaનો સૌથી નિર્દયી શાસક જેણે પોતાના જ પુત્રનો લીધો હતો જીવ, દેશદ્રોહીઓને મારી નાખી કૂતરાઓને ખવડાવતો હતો લાશ

ઇવાન એટલો નિર્દય હતો કે તેણે તેના પૌત્રને માતાના ગર્ભમાં મારી નાખ્યો.

Most brutal kings of the world: 16 મી સદીમાં, રશિયા પર ઇવાન (Ivan IV Vasilyevich) નામના અત્યંત ભયાનક રાજાનું શાસન હતું. ઈતિહાસમાં તેને ભયાનક ઈવાન (Ivan the Terrible) તરીકે પણ ઓળખવામાં આવે છે.

  દુનિયામાં એવા ઘણા શાસકો થયા છે જેમણે પોતાના શાસન દ્વારા પોતાનું સામ્રાજ્ય વધાર્યું અને પ્રજાની પ્રગતિ માટે કામ કર્યું, પરંતુ એવા શાસકો પણ છે જેમણે પ્રજાને અત્યાચાર હેઠળ રાખી હોય છે અને તેમને સૌથી ભયંકર શાસકોમાં (Most brutal kings of the world) ગણાય છે. આવા જ એક રાજાનો જન્મ રશિયામાં થયો હતો (Most brutal king of Russia) જેને સૌથી ક્રૂર રાજા માનવામાં આવે છે. યુક્રેન-રશિયા યુદ્ધ (Russia-Ukraine War)ની વચ્ચે લોકો પુતિનને નિર્દય નેતા માની રહ્યા છે, પરંતુ આજે અમે જેના વિશે કહેવા જઈ રહ્યા છીએ, તેની સામે પુતિન (Vladimir Putin) પણ કંઈ નથી.

  16મી સદીમાં, રશિયા પર ઇવાન (Ivan IV Vasilyevich) નામના અત્યંત ભયાનક રાજાનું શાસન હતું. ઈતિહાસમાં તેને ભયાનક ઈવાન (Ivan the Terrible) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇવાન નાનો હતો ત્યારે તેના માતા-પિતાનું અવસાન થયું હતું. જો કે તેઓ રશિયાના રાજા હતા પરંતુ તેમની નાની ઉંમરના કારણે ચૂંટાયેલા કાઉન્સિલના સભ્યો તેમની જગ્યાએ નિર્ણય લેતા હતા અને શાસન કરતા હતા. 13 વર્ષની ઉંમરે, જ્યારે તેની ક્રૂરતાનો વાસ્તવિક પુરાવો મળ્યો ત્યારે તેને સિંહાસન પર બેસાડવામાં આવ્યો.

  લોકોના શબને કૂતરાઓને ખવડાવવામાં આવતા
  1543 માં, ઇવાને એન્ડ્રી શુઇસ્કી (Andrei Shuisky)ને કેદી બનાવી લઈ ગયો, જે હજી પણ તેના નામ હેઠળ શાસન કરી રહ્યો હતો. ત્યારપછી તેણે એન્ડ્રીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને માનવામાં આવે છે કે તેણે તેનું શરીર કૂતરાઓને સોંપ્યું હતું. રશિયાનું પોતાનું સામ્રાજ્ય વધારવા માટે તેણે લિવોનિયન યુદ્ધ ચલાવ્યું પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. જો કે, પોતાના દેશમાં તેની શક્તિ વધુ વધી ગઈ.

  આ પણ વાંચો:  Russia Ukraine War : યુક્રેને રશિયાની Black Eagle Tankનો કર્યો નાશ, જુઓ યુદ્ધની તાજેતરની તસવીરો

  ચર્ચ બનાવનાર આર્કિટેક્ટને બનાવી દીઘો અંધ
  ઇવાનએ મોસ્કોમાં વિશ્વ-પ્રસિદ્ધ સેન્ટ બેસિલના કેથેડ્રલના બાંધકામનું નિર્દેશન કર્યું હતું અને એવું માનવામાં આવે છે કે તેણે ચર્ચના આર્કિટેક્ટ, પૌસ્ટનિક યાકોવલેવને બાંધકામ પછી આંધળા કરી દીધા હતા જેથી તે ફરી ક્યારેય આવી સુંદર ડિઝાઇન બનાવી ન શકે. ઇવાન એક પેરાનોઇડ હતો, એટલે કે તે ખોટી શંકાથી ત્રાસી ગયો હતો કે અન્ય લોકો તેને નુકસાન પહોંચાડવા માંગે છે. આ એટલા માટે પણ હતું કારણ કે તેની પોતાની માતા અને ત્રણ પત્નીઓ ઝેર આપીને મારવામાં આવ્યાં હતા.

  ઇવાન એટલો નિર્દય હતો કે તેણે તેના પૌત્રને માતાના ગર્ભમાં મારી નાખ્યો.


  આ પણ વાંચો:  Russia-Ukraine War: બોરિસ જોન્સને ચીનને આપી ચેતવણી, રશિયા-યુક્રેન યુદ્ધમાં સાચો પક્ષ પસંદ કરવા જણાવ્યુ

  કરાવ્યો હતો નરસંહાર
  ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ઈવાને સૌપ્રથમ રશિયામાં ઓપ્રિક્નિનાની રચના કરી હતી, જે રશિયાની પ્રથમ ગુપ્ત પોલીસ દળ હતી. આના દ્વારા, તેણે તેના શાસનના અન્ય ઉચ્ચ હોદ્દા પરના લોકોને ત્રાસ આપ્યો જેથી કોઈ તેની સામે ક્યારેય ઊભું ન રહી શકે. તેણે 1570 દરમિયાન નોવગોરોડ શહેરમાં નરસંહાર કર્યો હતો જેમાં માત્ર 5 અઠવાડિયામાં 15 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

  પોતાના પુત્રનો જ જીવ લીધો હતો
  જ્યારે તેઓ 51 વર્ષના હતા ત્યારે તેની વહુએ એવા કપડાં પહેર્યા હતા જે તેમના મતે વાંધાજનક હતા. પછી તેણે તેને ખૂબ મારી. વહુ ગર્ભવતી હતી અને ઇવાન પણ આ જાણતો હતો. આ લડાઈમાં બાળકનું માતાના પેટમાં જ મોત થયું હતું. આટલું જ નહીં, જ્યારે તેના મોટા પુત્ર અને પુત્રવધૂના પતિ ઇવાન ઇવાનોવિચે અવાજ ઉઠાવ્યો ત્યારે તેણે પુત્રને માથામાં જોરથી માર મારી મોતને ઘાટ ઉતારી દીઘો હતો. 18 માર્ચ 1584ના રોજ તેમનું અવસાન થયું.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Russia news, Russia ukraine war, Viral news, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन