નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેને ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં તો આ વાનરબાળ નકલી હતું, પરંતુ લંગૂરો (Monkeys)ના ટોળાને તે અસલી લાગ્યું અને તેની પાસે આવીને બેસી ગયા. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે લંગૂરોનું ટોળું વાનરબાળના 'મોત'નો શોક મનાવી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે લંગૂરોના ટોળાને ઝાડ પર નકલી વાનરબાળ જોવા મળે છે. એક લંગૂર જઈને તેની પૂંછડી ખેંચવા લાગે છે. એક લંગૂરે જોયું કે વાનરબાળની પાંપણો ઝપકી રહી છે. તે પાસે આવીને તેને પકડી લે છે. એટલામાં વાનરબાળ નીચે પડી જાય છે. એક લંગૂર તેને પકડીને ખુલ્લી જગ્યામાં લઈ જાય છે અને સૂંઘવા લાગે છે. તેને અહેસાસ થાય છે કે વાનરબાળનું મોત થઈ ચૂક્યું છે. લંગૂરોના ટોળું ત્યાં એકત્ર થઈ જાય છે અને તેના 'મોત'નો શોક મનાવવા લાગે છે.
IFS સુશાંત નંદાએ
વીડિયો શૅર કરતાં તેના કેપ્શનમાં લખ્યું કે, જ્યારે
પ્રાણીઓ આવી કરૂણાનું પ્રદર્શન કરે છે, તે સમજવું મુશ્કેલ થઈ જાય છે કે મનુષ્ય એક બીજાને કેવી રીતે મારી શકે છે.
આ પણ વાંચો, એક દંપતીને નવું ઘર ખરીદવું દુ:સ્વપ્ન પુરવાર થયું, 150 સાપોએ કર્યું 'સ્વાગત'
2 માર્ચના રોજ આ વીડિયોને શૅર કરવામાં આવ્યો હતો. 4 હજારથી વધુ વ્યૂઝ થઈ ચૂક્યા છે. સાથોસાથ 400થી વધુ લાઇક્સ અને 150થી વધુ રિટ્વિટ થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો, કોરોનાનો હાહાકાર : હવે હાથ નહીં પગ મિલાવી રહ્યા છે લોકો, વીડિયો વાયરલ