OMG! પોલીસ સ્ટેશન બહારથી જ વાંદરાએ ઉઠાવી લીધા રૂ.3 લાખ, હોમગાર્ડે આવી રીતે મેળવ્યા પાછા

પ્રતિકાત્મક તસવીર

AjabGajab story in uttar pradesh: હોમગાર્ડે થેલામાં જોયું તો થેલામાં રૂપિયાના બંડલો હતો. એક બે નહીં પુરા ત્રણ લાખ રૂપિયા હતા. ત્યારબાદ હોમગાર્ડે બાઈક માલિકને તેના બધા પૈસા પરત કર્યા હતા.

  • Share this:
    હરદોઈઃ  ઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) હરદોઈ જિલ્લામાં (Hardoi jilla) એક પોલીસ સ્ટેશન (police station) તૈનાત હોમગાર્ડની (Homeguard) ભારે પ્રશંસા થઈ રહી છે. શનિવારે પોલીસ સ્ટેશને આવેલા એક વ્યક્તિની બાઈક ઉપર પડેલો થેલો એક વાંદરું (monkey loots money bag from bike) ઉઠાવીને લઈ ગયું હતું. આ થેલામાં ત્રણ લાખ રૂપિયા રોકડા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર બે હોમગાર્ડે જ્યારે વાંદરાની આ કરતૂત જોઈ તો બંને વાંદરાનો પીછો કરવા લાગ્યા હતા અને વાંદરાના હાથમાંથી થેલો છીનવી લીધો હતો.

    ત્યારબાદ હોમગાર્ડે થેલામાં જોયું તો થેલામાં રૂપિયાના બંડલો હતો. એક બે નહીં પુરા ત્રણ લાખ રૂપિયા હતા. ત્યારબાદ હોમગાર્ડે બાઈક માલિકને તેના બધા પૈસા પરત કર્યા હતા. હોમગાર્ડની પોતાના કામ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા અને ઇમાનદારીની દરેક લોકો વખાણ કરવા લાગ્યા હતા.

    આ ઘટના હરદોઈના સાંડી પોલીસ સ્ટેશનનો છે. અહીં શનિવારના દિવસે પોલીસ સ્ટેશન દિવસ ચાલી રહ્યો હતો. પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક લોકો થાના દિવસમાં આવ્યા હતા. આ દરમિયાન બમટાપુર ગામના રહેવાશી આશિષ કુમાર સિંહ ઉર્ફે ડબ્લી કોઈ કામથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

    પોલીસ સ્ટેશન બહાર બાઈક ઉભી કરીને તે અંદર જતા રહ્યા હતા. આ દરમિયાન બાઈક ઉપર રહેલો થોડો વાંદરાએ જોયો અને તેને કાઢીને ફરાર થયો હતો. વાંદરાની આ કરતૂતને પોલીસ સ્ટેશન ઉપર તૈનાત હોમગાર્ડ વિકાસ અગ્નિહોત્રી અને અખિલેન્દ્ર અગ્નિહોત્રીએ જોઈ હતી.

    અને બંનેએ તરત વાંદરાનો પીછો કરવા લાગ્યા હતા. ગણા સમય સુધી વાંદરો બંને હોમગાર્ડને દોડાવતો રહ્યો હતો. પરંતુ અંતે બંને હોમગાર્ડે જેમતેમ કરીને વાંદરાના હાથમાંથી થેલો છીનવી લેવામાં સફળ રહ્યા હતા.

    હોમગાર્ડે વાંદરા પાસેથી છીનવેલો થેલો જોયો તો તેની ત્રણ લાખ રૂપિયાના નોટોના બંડલો હતો. ત્યારબાદ હોમગાર્ડે રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત આપી દીધો હતો. હોમગાર્ડ્સના પોતાના કામ પ્રત્યે ઇમાનદારીને લઈને દરેક તેમના વખાણ કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

    સામાન્ય રીતે  લોકો પોલીસ કર્મચારીને ભ્રષ્ટ માને છે. પરંતુ બધા પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ નથી હોતા. અને અહીં વાત પોલીસ કર્મચારીની નહીં પરંતુ નાના ગજાના સામાન્ય કર્મચારીની વાત હતી. જેણે પોતાના કર્તવ્યને પહેલા પ્રાથમિક્તા આપીને પોતાના પ્રામાણિક હોવાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.
    Published by:ankit patel
    First published: