Video : જ્યારે પોલીસ ઇન્સપેક્ટરના વાળની સફાઇ એક વાંદરાએ કરી!

News18 Gujarati
Updated: October 9, 2019, 6:10 PM IST
Video : જ્યારે પોલીસ ઇન્સપેક્ટરના વાળની સફાઇ એક વાંદરાએ કરી!
વાયરલ વીડિયોની તસવીર
News18 Gujarati
Updated: October 9, 2019, 6:10 PM IST
સામાન્ય રીતે એક વાનર બીજા વાનરના વાળની સાફ સફાઇ કરતા નજરે પડે છે. આવું કરવું તે તેમના વર્તનનો એક સામાન્ય ભાગ છે. પણ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વાંદરો પોલીસ અધિકારીના ખભા પર બેસી તેમના વાળની સફાઇ કરી રહ્યો છે. અને તેમના વાળમાંથી કંઇક શોધી ખાઇ રહ્યો છે. આ વીડિયો અંગે થોડી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ વીડિયો ઉત્તર પ્રદેશનો છે. પીલીભીત વિસ્તારનો આ વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારી શાંતિથી તેમના કામમાં વ્યસ્ત છે. તે ફાઇલો ખોલી એક પછી એક કાગળિયા ફંફોળી રહ્યા છે. અને તેમના ખભા પર વાંદરો બેસી તેમને મફતમાં 'હેરકેર' આપી રહ્યો છે.

આ 53 સેકન્ડના વીડિયોને રાહુલ શ્રીવાસ્તવે શેર કર્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસના ઍડિશનલ એસપીનો આ વીડિયો છે. જે અત્યાર સુધીમાં 13 હજાર વખતથી વધુ દેખાઇ ચૂક્યો છે. અને 1,100 વધુ લાઇક્સ પણ મેળવી ચૂક્યો છે. તો બીજી તરફ ટ્વટિરમાં પણ 298 રીટ્વિટ આ વીડિયોને મળી ચૂક્યા છે.



આ વીડિયોમાં જે પોલીસ અધિકારી દેખાય છે તેમનું નામ શ્રીકાંત ત્રિવેદી છે. અને વાનરના આ કામથી તેમને કોઇ અસર થતી હોય તેવું આ વીડિયોમાં તો નથી દેખાતું. જો કે આ વીડિયો વાયરલ થતા લોકોએ આ અંગે અલગ અલગ ટિપ્પણી કરી છે. કોઇએ અધિકારીની સહન શક્તિના વખાણ કર્યા છે. તો કોઇએ તેમના પ્રાણી પ્રેમના! તો વળી કેટલાક યુઝર્સે તેમને માથું સાફ રાખવાની સલાહ પણ આપી છે. સાથે જ વાળ સાફ કરવાના કેટલાક સારા શેમ્પુ વિષે પણ જણાવ્યું છે. જેથી કરીને તેમણે આ કામ માટે વાનરને ના બોલવવો પડે!
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...