Home /News /eye-catcher /VIDEO : વાંદરાએ ટોલ બૂથમાં ઘુસીને કરી રૂ.5000ની ચોરી!

VIDEO : વાંદરાએ ટોલ બૂથમાં ઘુસીને કરી રૂ.5000ની ચોરી!

માત્ર 8 સેકન્ડમાં નોટોનું બંડલ ઉઠાવી ભાગી જાય છે

માત્ર 8 સેકન્ડમાં નોટોનું બંડલ ઉઠાવી ભાગી જાય છે

ઉત્તર પ્રદેશમાં ચોરોએ ચોરી કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. આમ તો વાંદરાને માણસના નજીક માનવામાં આવે છે, જે ઈશારાને ખુબ સારી રીતે સમજે છે. એવામાં શાતીર ચોર હવે વાંદરાનો ઉપયોગ કરી ચોરી કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે કાનપુરથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટોલ પ્લાઝા પર કારમાં એક વાંદરો આવે છે, અને ટોલ પ્લાઝા બૂથની અંદર જાય છે, અને માત્ર 8 સેકન્ડમાં નોટોનું બંડલ ઉઠાવી ભાગી જાય છે. જ્યાં સુધી ટોલ પ્લાઝા કર્મચારીને કઈં સમજ પડે ત્યાં સુધી તો ચોરી થઈ ચુકી હોય છે.

ક્યાંનો પુરો મામલો

તમને જણાવી દઈએ કે, આ પૂરો મામલો કાનપુર બહાર સ્થિત બારાઝોડ ટોલ પ્લાઝાનો છે. અહીં બુધવારે લગભગ સવા ચાર કલાકે કાનપુર તરફથી એક કાર આવે છે, અને ટોલ પ્લાઝા પર ઉભી રહે છે. 35 સેકન્ડના નીચેના વીડિયોમાં 20 સેકન્ડ પર તમને એક સફેદ રંગની કાર ઉભી રહેતી જોવા મળશે. ત્યારે જ 22 સેકન્ડ પર તે કારની ડ્રાઈવીંગ સીટ પરથી એક વાંદરો નીકળે છે, અને સીધો ટોલ પ્લાઝાના કર્મચારીના કેબિનમાં દાખલ થઈ જાય છે. કર્મચારી કઈં સમજે તે પહેલા તો વાંદરો નોટોનું બંડલ ઉઠાવી પાછો કારમાં ડ્રાઈવર સીટ તરફ જવા લાગે છે. જોકે, કારમાં બેઠેલો ડ્રાઈવર તે વાંદરાને ધક્કો મારી ભગાવી મુકે છે. પરંતુ ત્યારબાદ વાંદરો નોટોનું બંડલ લઈ ત્યાંથી રફૂચક્કર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, વાંદરો જે નોટોનું બંડલ લઈ ભાગી ગયો હતો, તેમાં પાંચ હજાર રૂપિયા હતા.

સીસીટીવીમાં કેદ થઈ પુરી ઘટના

વાંદરાનું આ પરાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું. ટોલ કર્મી જ્યારે કાર ચાલકને વાંદરા વિશે પૂછે છે તો, કાર ચાલક કહે છે વાંદરો ક્યાંથી આવ્યો હતો મને નથી ખબર. કાર ચાલક પોતાની જાતને પુખરાયાનો રહેવાસી જણાવે છે. લાંબા સમય બોલાચાલી બાદ કાર ચાલક ત્યાંથી રવાના થઈ જાય છે.



થોડા જ સમયના અંતરમાં આ ત્રીજી ઘટના
ટોલ પ્લાઝા સંચાલક મનોજ શર્માએ જણાવ્યું કે, અમારા ટોલ પ્લાઝામાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. ચોરોએ આ નવી રીત શોધી કાઢી છે, જેમાં વાંદરાને ટ્રેનિંગ આપી તેમના હાથે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. કઈંક આવું જ હમણાં બન્યું હતું ટોલ બૂથ નંબર 6 પર. ટોલ પ્લાઝા સંચાલક મનોજ શર્માએ કારનો નંબર UP78 DE 9799 જણાવ્યો છે.
First published:

Tags: After, Arrives, From, Kanpur, Monkey, Stealing, કાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો