Home /News /eye-catcher /શેવિંગ કરાવવા માટે બ્યુટી પાર્લર પહોંચ્યો વાંદરો, સાહેબની જેમ ટ્રિમરથી કરાવી દાઢી
શેવિંગ કરાવવા માટે બ્યુટી પાર્લર પહોંચ્યો વાંદરો, સાહેબની જેમ ટ્રિમરથી કરાવી દાઢી
લોકોને આ વીડિયો જોરદાર પસંદ આવી રહ્યો છે. તસવીર- ટ્વિટર
સોશિયલ મીડિયા (Social Media) પર એક રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Funny Viral Video). આ વીડિયોમાં એક વાંદરો શેવ કરવા માટે સલૂનમાં પહોંચ્યા હતા. આ વીડિયો આઇપીએસ અધિકારી રુપિન શર્મા (Rupin Sharma) દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમાં એક વાંદરાને સલૂનમાં આરામથી બેસીને દાઢી બનાવતો નજરે ચઢ્યો હતો (Monkey In Beauty Parlour).
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે. ચોંકાવનારા વીડિયો (Shocking Video)થી માંડીને રમૂજી વીડિયો લોકોને ગમે છે. આમાંના કેટલાકને જોવાથી તમારો બગડેલો મૂડ સારો થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વાંદરો દાઢી બનાવતો નજરે ચઢી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને આઇપીએસ ઓફિસર રુપિન શર્માના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ રમૂજી વીડિયો લોકોમાં ખૂબ લોકપ્રિય છે.
અધિકારીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું - હવે સ્માર્ટ લાગે છે. 45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં વાંદરો આજુબાજુ જોતો જોવા મળ્યો હતો. પછી તેણે ખૂબ જ સરળતાથી શેવિંગ કરાવી.
વાળંદ વાંદરાને ટ્રીમરથી શેવ કરતો જોવા મળ્યો હતો. તેની આસપાસ ઘણા લોકો બેઠા હતા. બધા વાંદરાને શેવિંગ કરતા અને આનંદ માણતા જોઈ રહ્યા હતા. આ વીડિયો જોતા જ વાયરલ થયો હતો. લોકોએ વીડિયો પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે લગ્ન પહેલા વાંદરો તૈયાર થવા પહોંચ્યો હતો.
બીજી તરફ એક વ્યક્તિએ લખ્યું, "શું આ વાંદરાને જોઈને કોઈ બીજાને પણ શેવ કરાવવાનું મન થાય છે ?" ઘણા લોકોએ લખ્યું હતું કે આનાથી વઘુ મજેદાર નથી જોયો. પ્રાણીઓના રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લોકોને આ વીડિયો જોવાનું અને શેર કરવામાં ગમે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર