ગૂગલ પર લોકો "Sweet Neem"ને ખૂબ જ સર્ચ કરી રહ્યા છે, આ છે કારણ

મીઠા લીમડા એટલે કે Sweet Neem ના ગૂગલ સર્ચમાં આવ્યા અચ્છે દિન, કારણ બન્યા આ બે લોકો!

News18 Gujarati
Updated: August 14, 2019, 11:08 AM IST
ગૂગલ પર લોકો
મીઠો લીમડો
News18 Gujarati
Updated: August 14, 2019, 11:08 AM IST
સોમવારે રાત્રે 9 વાગ્યા બાદ દુનિયાભરના લોકો ગૂગલ પર "Sweet Neem" એટલે શું તે શોધી રહ્યા છે. સ્વીટ નીમને આપણે મીઠો લીમડો કે કરી પત્તા પણ કહીએ છીએ. જો કે ગૂગલમાં આ શબ્દને અચાનક જ આટલો પોપ્યુલર કરવા પાછળ જે બે વ્યક્તિઓ જવાબદાર છે તેમના નામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સ. અને સાથે જ ડિસકવરી પર હાલમાં જ રજૂ થયેલો તેમનો પ્રોગ્રામ Man vs Wild.

સોમવાર રાત્રે આ પ્રોગ્રામ ઓનએર થયો હતો. નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સ એક નદીને તરાપા પર બેસીને પાર કરે છે. અને તે પછી બેયર મોદીને ગરમ પાણી આપે છે જેમાં લીમડાના પત્તા પણ નાંખવામાં આવ્યા હતા. જે બાદ બેયર ગ્રિલ્સ અને મોદી વચ્ચે વાતચીત થાય છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર "Sweet Neem" શબ્દનો તેમાં ઉલ્લેખ કરે છે. અને કહે છે કે ભારત તેની ઇન્ડિયન કરી (શાક) માટે પ્રખ્યાત છે અને મોટા ભાગની ભારતીયમાં મીઠો લીમડો ખાસ નાંખવામાં આવે છે.

google serch for sweet neem
ગૂગલ સર્ચ


બસ આ શબ્દો અને ગૂગલમાં લોકો "Sweet Neem" શું છે તે શોધવા બેસી ગયા. અનેક ભારતીયોને થયું કે આ સ્વીટ નીમ વળી શું છે જે અમે શાકમાં પણ નાંખીએ છીએ? "Sweet Neem" આ શબ્દ તે પછી ભારતમાં ટોપ ગૂગલ સર્ચ કરાયેલો શબ્દ બની ગયો છે. અને તેની સાથે સાથે ગૂગલમાં વોટ ઇઝ સ્વીટ નીમ, બેયર ગ્રિલ્સ પણ સર્ચ થવા લાગ્યા.

google serch on sweet neem
સ્વીટ નીમ પર ગૂગલ સર્ચ


એટલું જ નહીં ટ્વિટર પર પણ મીઠા લીમડાને લઇને અનેક ટ્વિટરાટી ટ્વીટ કરવા મંડી પડ્યા. ચિરાગ કરીને એક યુઝર્સે તેવું પણ કહ્યું કે હું હજી સુધી સારું શાક બનાવી નથી શક્યો. હવે મને મીઠા લીમડાનું રહસ્ય મળી ગયું છે. મોદીજીની આ સલાહ મને કામ લાગશે.
Loading...

 

તો અન્ય લોકો પણ કંઇક આ રીતે ટ્વીટ કરી પોતાની મુંઝવણ રજૂ કરી હતી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સના મેન્સ વર્સિસ વાઇલ્ડ શોએ મીઠા લીમડાના ગૂગલ પર અચ્છે દિન લાવી દીધા હતા.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...