Home /News /eye-catcher /

ભારતનું એવું રાજ્ય જ્યાં માનવતાના ભરોસે ચાલે છે દુકાન, નથી હોતા કોઈ દુકાનદારો

ભારતનું એવું રાજ્ય જ્યાં માનવતાના ભરોસે ચાલે છે દુકાન, નથી હોતા કોઈ દુકાનદારો

દુકાનમાં રાખેલા સામાન પર તેની કિંમત લખેલી હોય છે.

મિઝોરમના આઈઝવાલ (Aizwal, Mizoram)થી થોડા કિલોમીટર દૂર સેલિંગ (Seling) નામનું એક નાનકડું શહેર છે. આ શહેરમાં "નગાહ લૌ ડાવર સંસ્કૃતિ" (Nghah Lou Dawr culture) નામની માન્યતા અનુસરવામાં આવે છે, જે અંતર્ગત અહીંની દુકાનોમાં કોઈ દુકાનદાર નથી.

વધુ જુઓ ...
    ભારત (India) એક અનોખો દેશ છે. અહીં દરેક જગ્યાએ આશ્ચર્યજનક વસ્તુઓ છે. આ દેશના દરેક શહેર અને દરેક રાજ્યમાં તમને કંઈક ને કંઈક એવું જોવા મળશે જે તમને અહેસાસ કરાવશે કે આપણું ભારત અદ્ભુત (Amazing India) છે. આજે અમે તમને આપણા દેશના એક એવા રાજ્ય વિશે જણાવીશું જ્યાં દુકાનો છે પણ ત્યાં કોઈ દુકાનદાર (Shops without shopkeepers) નથી. આમ છતાં અહીં ક્યારેય સામાનની ચોરી થતી નથી.

    મિઝોરમના આઈઝવાલ (Aizwal, Mizoram)થી થોડા કિલોમીટર દૂર સેલિંગ (Seling) નામનું એક નાનકડું શહેર છે. આ શહેરમાં "નગાહ લૌ ડાવર સંસ્કૃતિ" (Nghah Lou Dawr culture) નામની માન્યતા અનુસરવામાં આવે છે, જે અંતર્ગત અહીં હાઈવે પર, રોડની બાજુમાં નાની-નાની દુકાનો બનાવવામાં આવે છે, પરંતુ તે દુકાનોમાં કોઈ દુકાનદાર નથી. આના દ્વારા અહીંના લોકો માત્ર સામાન જ નહીં, જ્ઞાન પણ વહેંચે છે.

    દુકાનદારો વગરની દુકાનો
    આ દુકાનો અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દુકાનો વિશ્વાસના આધારે ચાલે છે અને લોકો એકબીજામાં વિશ્વાસની ભાવના કેળવવા માંગે છે. આ દુકાનોમાં ફળો, શાકભાજી, માછલી વગેરે ખાદ્યપદાર્થો વેચાય છે. તેમની બાજુમાં દર લખાયેલ હોય છે. જેને સામાન ખરીદવો હોય તે દુકાનમાં રાખેલી થેલીમાં તેટલા પૈસા નાખે છે અને પછી ત્યાંથી વસ્તુઓ લઈ જાય છે.

    આ પણ વાંચો: બચ્ચાને બચાવવા માટે ઉંદરે સાપ સાથે બાથ ભીડી, લાચાર બન્યો શિકારી

    દુકાનોમાં ચોરી આજદિન સુધી થઈ નથી
    અહેવાલો અનુસાર, આ દુકાનો ચલાવનારા દુકાનદારો ગરીબ ખેડૂતો છે જેમણે પોતાનું ઘર ચલાવવા માટે ખેતી પણ કરવી પડે છે. હવે આવી સ્થિતિમાં જો તે દુકાન પર બેસે તો તેની પાસે ખેતી માટે સમય જ નહીં રહે. તેથી જ તેઓ દુકાનોમાં બેસતા નથી.

    આ પણ વાંચો: શું તમે એવા વૃક્ષ વિશે જાણો છો, જેમાંથી પાણીની ઘારા વહે છે? લોકો છીપાવી શકે છે તરસ

    તમને જાણીને નવાઈ લાગશે કે આજ સુધી આ દુકાનોમાં ક્યારેય ચોરી થઈ નથી. જ્યારે આજના સમયમાં લોકોને પોતાના ઘરની અંદર સીસીટીવી લગાવવા પડે છે, તો બીજી તરફ આવી દુકાનો એ વાતનો પુરાવો છે કે વિશ્વમાં હજુ પણ પ્રામાણિક લોકો અસ્તિત્વ ધરાવે છે અને વિશ્વાસ વિશ્વને જીતી શકે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, Mizoram, Viral news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन