રૂ.10ની નોટ સાથે મરઘાને લઈને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો બાળક!

બાળકના ચહેરા પર જોવા મળતી નિર્દોષતાને કારણે આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના ચહેરા પર મરઘા પર સાઇકલ ફેરવી દેવાનો પસ્તાવો સ્પષ્ટ જોઈ શકાય છે.

News18 Gujarati
Updated: April 4, 2019, 11:17 AM IST
રૂ.10ની નોટ સાથે મરઘાને લઈને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો બાળક!
ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી તસવીર
News18 Gujarati
Updated: April 4, 2019, 11:17 AM IST
હાથમાં મરઘીનું બચ્ચું અને રૂ. 10ની નોટ સાથેના બાળકની એક તસવીર આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરને આગળ મોકલી રહ્યા છે અને બાળકની નિર્દોષતાના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. આ બાળક મિઝોરમના સૈરંગનો છે. આ તસવીર વાયરલ થયા બાદ બાળકની ઓળખ જાહેર થઈ છે. બાળકનું નામ ડેરેક સી લાલચન્હીમા છે.

આ અંગે એક યુઝર્સે કરેલી ફેસબુકમાં લખવામાં આવ્યું છે કે, મિઝોરમના આ બાળકે ભૂલથી તેના પાડોશીના મરઘીના બચ્ચા પર સાઇકલ ચલાવી દીધી હતી. સંગા નામના યુઝરે આ અંગે ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે.

સંગાએ આ સાથે જ એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં બાળકના એક હાથમાં મરઘાનું બચ્ચું અને બીજા હાથમાં ચલણી નોટ છે. પોસ્ટ કરનાર સંગાના કહેવા પ્રમાણે બાળક હોસ્પિટલ ખાતે ઉભો છે.

ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "રિપોર્ટ્સ પ્રમાણે મિઝોરમના સૈરંગના આ બાળકે ભૂલથી તેના પાડોશીની મરઘી પર સાઇકલ ફેરવી દીધી હતી. જે બાદમાં બાળક આ મરઘીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો અને તેની પાસે હતા તે તમામ પૈસા ડોક્ટરને આપીને મદદ માંગી હતી. (આ વાત જાણીને હું એક સાથે રડવા અને હસવાની લાગણી અનુભવી રહ્યો છું.)"

બાળકના ચહેરા પર જોવા મળતી નિર્દોષતાને કારણે આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના ચહેરા પર મરઘા પર સાઇકલ ફેરવી દેવાનો પસ્તાવો સ્પષ્ટ જોઈ શકાય છે. બાળકની આ તસવીરની 90 હજાર જેટલા લોકો શેર કરી ચુક્યા છે, તેમજ એક લાખ જેવી લાઇક્સ મળી ચુકી છે. જેમની ફેસબુક વોલ પર આ તસવીર દેખાઈ રહી છે તેઓ તેને શેર કરી રહ્યા છે.


બાળકના પિતા ધીરજ છેતરીએ નોર્થ-ઇસ્ટના એક વર્તમાનપત્ર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેનો પુત્ર હાથમાં મરઘી લઈને ઘરે આવ્યો હતો અને રડી રહ્યો હતો. આ મરઘા પર તેણે સાઇકલ ફેરવી દીધી હતી. તે મરઘાને હોસ્પિટલ લઈ જવાની વિનંતી કરતો હતો. તેને ખબર ન હતી કે ભૂલથી તેણે મરઘાના બચ્ચાને મારી નાખ્યું છે. બાળકના પિતાએ બાળકને જ તેને હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. બાદમાં બાળક હાથમાં રૂ. 10ની નોટ લઈને હોસ્પિટલ પહોંચી ગયો હતો.

બાળકના પિતાના કહેવા પ્રમાણે તેનો દીકરો થોડા સમયમાં ઘરે પરત ફર્યો હતો અને કહ્યું હતું કે હોસ્પિટલના સ્ટાફે તેની કોઈ મદદ કરી ન હતી. સ્ટાફે ફક્ત તેની તસવીરો ક્લિક કરી હતી. હોસ્પિટલના સ્ટાફે મદદ કરવાની ના કહેતા બાળકે વધારે પૈસા લઈને આવવાની વાત કરી હતી. પિતાના કહેવા પ્રમાણે આખરે અમે બાળકને એ હકીકત જણાવી હતી કે મરઘાનું મોત થઈ ચુક્યું છે. અમને બિલકુલ આશા ન હતી કે તે મરઘાને હોસ્પિટલ લઈને જશે, પરંતુ તેના કામથી અમને આશ્ચર્ય થયું હતું. તે હંમેશા એક અલગ બાળક રહ્યો છે.
First published: April 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...