સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં લોકો અને મીડિયાનું ધ્યાન હરનાઝ સંધુના બિંજ સિલ્વર ગાઉન પર હતું. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. આ ગાઉનને ખ્યાતનામ ફેશન ડિઝાઈનર સાઇશા શિંદે (Fashion Designer Saisha Shinde)એ ડિઝાઇન કર્યું હતું.
Designer Saisha Shinde: ભારતની હરનાઝ સંધુ (Harnaaz Sandhu)એ મિસ યુનિવર્સનો તાજ મેળવી ભારતની ગૌરવ વધાર્યું છે. ઇઝરાયેલ (Israel)ના એલાત ખાતે યોજાયેલ 70મી મિસ યુનિવર્સ (Miss Universe 2021) સ્પર્ધામાં હરનાઝ સંધુએ ભારતને આ ગૌરવ અપાવ્યું હતું. સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં લોકો અને મીડિયાનું ધ્યાન હરનાઝ સંધુના બિંજ સિલ્વર ગાઉન પર હતું. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. આ ગાઉનને ખ્યાતનામ ફેશન ડિઝાઈનર સાઇશા શિંદે (Fashion Designer Saisha Shinde)એ ડિઝાઇન કર્યું હતું.
સાઇશા શિંદે પહેલા સ્વપ્નિલ શિંદે હતી- ફેશન ડિઝાઇનર સાઈશા શિંદે થોડા મહિના પહેલા સ્વપ્નિલ શિંદે તરીકે ઓળખાતી હતી. તેણે જાન્યુઆરીમાં પોતાને ટ્રાન્સ વુમન (Trans woman) ગણાવીને હતી અને પોતાનું નામ સાઈશા રાખ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પોતાનું લિંગ પરિવર્તન કર્યું હતું. તે સમયે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની હકીકત લોકો સુધી પહોંચાડી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે, તે વર્ષોથી પોતે સમલૈંગિક પુરુષ હોવાનું વિચારતી હતી, પરંતુ બાદમાં તેને પોતે ટ્રાન્સજેન્ડર મહિલા હોવાની વાતનો ખ્યાલ આવતા તેણે આ વાત લોકો સામે લાવવાનો નિર્ણય કર્યો હતો.
બાળપણથી જ તે અન્ય બાળકો કરતા અલગ હતી- સાઈશા શિંદેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઉલ્લેખ કર્યો હતો કે, તે બાળપણથી બાકીના છોકરાઓથી અલગ હતી. જેના કારણે તેને ચીડવવામાં આવી હતી. તે પોતે આ વાતથી નારાજ રહેતી હતી, પરંતુ તે સમયે તેને કંઈ સમજાયું નહીં. તેને એકલતા અને ગૂંગળામણનો અનુભવ થતો હતો.
ટ્રાન્જીશનથી ખૂબ જ ખુશ-આ સાઇશા શિંદેના કિસ્સાએ ઘણા લોકોને મુક્તપણે જીવવા માટે પ્રેરિત કર્યા છે. તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના ટ્રાન્જીશનથી તે ખૂબ જ ખુશ છે. તેણે મિસ યુનિવર્સના અંતિમ રાઉન્ડ પહેલા ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, જ્યારે પણ મિસ યુનિવર્સ સ્પર્ધા થાય છે, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ જાઉં છું અને આ વખતે આપણે જે સ્પર્ધક મોકલી છે, તેમાં ખૂબ જ ક્ષમતા છે તે બાબત પણ રોમાંચક છે અને અત્યંત નર્વસ પણ અનુભવાય છે. હું હરનાઝને ટોપ ૩માં જોવા માંગુ છું અને આ સાથે જ તાજ જીતતી વખતે સ્ટેજ પર અને હરનાઝ પર મારુ ગાઉન ચમકતું જોવા માંગુ છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર