દુનિયામાં એક કરતાં વધુ ચમત્કાર છે, પરંતુ ફરી એક વાર એવો ચમત્કાર છે કે મોટા ડોકટરો પણ આશ્ચર્ય પામી ગયા છે. છ વર્ષ પહેલાં બ્રિટનના વર્સ્ટરશાયરમાં આવા બાળકનો જન્મ થયો, , જેના શરીર પર ચામડી હતી નહીં, આ બાળકનો જન્મ નોટિંધમ સિટી હોસ્પિટલમાં થયો. બાળક જન્મ્યા બાદ ડોકટરે કહ્યું હતુ કે બાળક 10 દિવસથી વધારે જીવી શકશે નહીં, પરંતુ આ એક ચમત્કાર પણ છે બાળક 6 મહિના બાદ પણ જીવે છે અને તેમના શરીર પર ધીમે ધીમે ચામડી આવવા લાગી છે જો કે, આ 6 મહિના તે બાળક અને માતા-પિતા માટે અત્યંત પીડાદાયક રહ્યા.
... જ્યારે માતા બનવાની ખુશી દર્દ લઇને આવી
બ્રિટનનું એક શહેર છે વાર્વિકશાય. ત્યા જેસિકા કિલ્બર અને જૈક શૉટક નામના દંપતિ રહે છે તેના ઘર પર પહેલા મહેમાન આવવાના હતા અને બન્ને આનંદમાં છવાઇ ગયા હતા. આખરે, વધેલા દર્દને લીધે જેસિકાને દસ અઠવાડિયા પહેલા જ નોટિંધમના સિટી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. 24 નવેમ્બરે જેસિકાએ બાળકને જન્મ આપ્યો. આ બાળક 10 મહિનાનું પ્રી મેચ્યોર બેબી હતુ. ચહેરા સિવાય બાળકના શરીર પર કોઈ જગ્યા પર ચામડી ન હતી. બાળકને જોયા પછી પણ ઓપરેશન થિયેટરમાં હાજર નર્સ ભયથી ભાગી ગઇ કારણકે બાળક તાજા માંસના ટૂકડા જેવું જ હતું.
19 વર્ષની ઉમરમાં જન્મ્યું બાળક
જેસિકા કહે છે, "જ્યારે અમે પહેલી વખત માતાપિતા બન્યા, ત્યારે અમે બંને લગભગ 19 વર્ષનાં હતા. અમારું પહેલું બાળક ખૂબ જ નબળુ અને બીમાર જન્મ્યું હતુ. તેમની સ્થિતિ જોઈને, જેક અને તેના પત્ની ખૂબ જ રડ્યા. નર્સ પણ રડતી હતી, નર્સે બાળકને આપ્યા પછી રૂમ છોડી બહાર નીકળી ગઇ. કદાચ તે નર્સ પાસે અમને દિલાસો આપવા માટે કોઇ શબ્દ ન હતા. જન્મ પછી દંપતીએ મળીને બાળકનું નામ કાઇદેન જૈક શૌટૉક રાખ્યું હતું.
10 દિવસ સુધી બાળકને ખોળામાં ઉઠાવ્યું નહીં
જેસિકા કિબ્લરે કહ્યું કે અમને બન્નેમાંથી કોઈએ પણ બાળકને 10 દિવસ સુધી ખોળામાં લીધુ ન હતુ. અમારું બાળક કાચા માંસના ટુકડા જેવું દેખાતું હતું, જે જોવું ખૂબ મુશ્કેલ હતું. કાઇદેન જેક શેટૉક હવે 6 મહિનાનું થઇ ચુક્યુ છે. તેને હજુ પણ 4 વધુ ઓપરેશનની જરૂર છે. આ 6 મહિનામાં તે ઇમરજન્સી સારવાર માટે છ વખત હોસ્પિટલમાં જઇ ચુક્યા છે. જેસિકા કહે છે કે 'અમે કાઇદેનને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમને ખબર ન હતી કે આગળ શું થશે. અમે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખશું. અમે ઘણું સહન કર્યું છે. ડૉક્ટર હજુ પણ કહે છે કે કાઇદેન બચશે નહીં, પરંતુ અમે તેના મૃત્યુ સુધી સંભાળ લઈશું. "
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર