બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી પુત્રી, ક્રોધિત પિતાએ જીવતી સળગાવી

પીડિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

News18 Gujarati
Updated: January 2, 2019, 1:55 PM IST
બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી પુત્રી, ક્રોધિત પિતાએ જીવતી સળગાવી
પિતાએ પુત્રીને કેરોસીન છાંટીને સળગાવી.
News18 Gujarati
Updated: January 2, 2019, 1:55 PM IST
મુંબઈ વિરાર વિસ્તારમાં એક પિતાએ 16 વર્ષની દીકરીને જીવતી સળગાવી દીધી છે. આ ઘટના બે દિવસ પહેલા સામે આવી હતી. પણ એવું કહેવામાં આવ્યું છે કે પિતાએ આવું એટલે કર્યું કારણ કે તેની પુત્રી ફોન પર બોયફ્રેન્ડ સાથે કથિતપણે વાત કરી રહી હતી. પુત્રીને 70 ટકા સુધી સળગાવી દીધી હતી. હાલ તેણીને પરેલના કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર જણાઇ રહી છે.

પુત્રીના હાથમાંથી લઇ લીધો ફોન

પોલીસે કહ્યું હતું કે આ ઘટના બપોરે 2 વાગ્યે બની હતી. પીડિતા તેના રુમમાં ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેના પિતા ત્યા આવી ગયા. પિતાએ ફોન બંધ કરવા કહ્યું પણ પુત્રી વાત કરતી રહી. તેના પિતાને લાગ્યું તે તેની પુત્રી બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી છે. ત્યારબાદ પિતાએ પુત્રીના હાથમાંથી ફોન છીનવીને નીચે ફેંકી દીધો અને પીટાઇ કરી. તેને માર મારતા પૂછ્યું કે તારી પાસે ફોન ક્યાંથી આવ્યો. ત્યારે પીડિતાની માતાએ વચ્ચે બચાવવાની કોશિશ કરી પરંતુ તેના પિતાએ તેમને ત્યાથી દૂર રહેવા કહી દીધુ.

સ્ટવમાંથી કેરોસીન લઇ સળગાવી

ત્યારબાદ, જ્યારે પીડિતાએ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે પિતા તેને રસોડામાં લઈ ગયા. સ્ટવમાંથી કેરોસીન લઇને તેના પર છંટકાવ કર્યો અને સળગાવી દીધી. સાક્ષીઓ કહે છે કે છોકરી બળી રહી હતી અને ઘરમાંથી બહાર નીકળવાની માંગ કરી રહી હતી. તેની માતા પણ તેની પાછળ ભાગી રહી હતી. પાડોશીઓએ આગને બૂઝાવવાનો પ્રયાસ કર્યો અને તેના પર પાણી નાખ્યું અને પીડિતા નીચે પડી ગઇ, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાંથી, તેને કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરો કહે છે કે તેની સ્થિતિ ખૂબ ગંભીર છે.

આરોપીની ધરપકડ
પોલીસે આરોપી પિતાને કલમ 307 આઈપીસી હેઠળ ખૂન કરવાનો પ્રયાસ કરવાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીને વસઇ કોર્ટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પૂછપરછમાં, આરોપીએ પોલીસને કહ્યું હતું કે તેની પુત્રી કલાકો સુધી ફોન પર વાત કરતી હતી અને ક્યારેય પણ કહેતી ન હતી કે તે કોની સાથે વાત કરી રહી છે.
First published: January 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...