લેન્ડમાઈન્સ શોધી હજારો લોકોના જીવ બચાવનાર ખાસ ઉંદરને નિવૃત કરાયો, સન્માન કરાશે

લેન્ડમાઈન્સ શોધી હજારો લોકોના જીવ બચાવનાર ખાસ ઉંદરને નિવૃત કરાયો, સન્માન કરાશે
તસવીર - Apopo

પાંચ વર્ષમાં આ ઉંદરે 71 લેન્ડમાઈન્સ અને ડઝન અનએક્સપ્લોડેડ આઈટમની સૂંઘીને જાણ મેળવી હતી. પરિણામે અનેક લોકોના જીવ બચ્યા હતા

  • Share this:
લેન્ડમાઈન્સ શોધી હજારો લોકોના જીવ બચાવનાર ખાસ ઉંદરને નિવૃત કરવામાં આવ્યો છે. પાંચ વર્ષમાં આ ઉંદરે 71 લેન્ડમાઈન્સ અને ડઝન અનએક્સપ્લોડેડ આઈટમની સૂંઘીને જાણ મેળવી હતી. પરિણામે અનેક લોકોના જીવ બચ્યા હતા. ઉંદરને હેન્ડલ કરતા માલેન જણાવે છે કે સાત વર્ષનો આફ્રિકન ઉંદર વૃદ્ધ થવાને કારણે તેની કાર્યક્ષમતા ઓછી થઈ રહી છે. આ કારણોસર તે તેના કાર્યનું સમ્માન કરવા ઈચ્છે છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં 6 મિલિયન લેન્ડમાઈન્સ હોવાનું માનવામાં આવે છે.

બેલ્જિયમ રજિસ્ટર્ડ ચેરિટી અપોપોએ મગવા ઉંદરને ટ્રેનિંગ આપી હતી. આ ચેરિટી અપોપો તાન્ઝાનિયામાં આવેલી છે અને 1990ના દાયકાથી લેન્ડમાઈન્સની જાણકારી મેળવવા માટે જાનવરોને તાલીમ આપે છે. આ ઉંદરને હીરોરેટ કહેવામાં આવે છે. એક વર્ષની ટ્રેનિંગ બાદ આ જાનવરોને સર્ટિફાઈડ કરવામાં આવે છે. ગયા સપ્તાહે અપોપોએ જણાવ્યું કે કંબોડિયન માઈન એક્શન સેંટર (CMAC) દ્વારા યુવા ઉંદરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સફળતા મેળવી હતી. તેમણે જણાવ્યું કે મગવા થોડાક સપ્તાહ સુધી અન્ય ઉંદરોને રિક્રુટ કરવા અને તેમને સેટલ કરવા માટે મેન્ટર તરીકે કાર્ય કરશે.આ પણ વાંચો - ભારત-ચીન મુદ્દા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- બંને દેશ વિવાદ ઉકેલવામાં સક્ષમ, ત્રીજાની જરૂર નથી

મેલાને જણાવ્યું કે, “મગાવાએ ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું અને તેની સાથે કામ કરવા માટે મને ગર્વ છે. તે એક નાનો જીવ છે પરંતુ તેણે અનેક લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે. ઉંદરની મદદથી લોકોને ખૂબ જ જલ્દી તેમની જમીન સુરક્ષિત રીતે તેમને પરત કરી શક્યા.”

ગયા સપ્ટેમ્બરમાં મગવાને PDSA ગોલ્ડ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યો, જેને જાનવરોની તેમની “ફરજ પ્રત્યેના સમર્પણ” માટે જ્યોર્જ ક્રોસ રૂપે વર્ણવવામાં આવે છે. ચેરિટીના 77 વર્ષના ઈતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર મગાવા પ્રથમ ઉંદર છે. મગાવાનું વજન 1.2kg (2.6lb) છે અને તે 70cm (28in) લાંબો છે. અન્ય ઉંદરની સરખામણીમાં તે ખૂબ જ મોટો છે, પરંતુ તેનું વજન ઓછુ હોવાના કારણે જ્યારે લેન્ડમાઈન્સ ઉપર ચાલે છે તો તે ટ્રિગર થતી નથી.

ઉંદરોને એક્સ્પ્લોઝિવ મટીરિયલની શોધ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. ઉંદરો સ્ક્રેપ મેટલને ઈગ્નોર કરે છે અને ખૂબ જ ઝડપથી લેન્ડમાઈન્સને શોધી કાઢે છે. જ્યારે તેને એક્સ્પ્લોઝિવ મટીરિયલની જાણ થાય છે, ત્યારે તે જમીનની ઉપર આવી સચેત કરે છે. મગાવા માત્ર 20 મિનિટમાં ટેનિસ કોર્ટની સાઈઝના મેદાનમાં શોધ કરી શકે છે. આટલું કામ કરવા મેટલ ડિટેક્ટર વ્યક્તિ તે માટે એકથી ચાર દિવસનો સમય લાગે છે.
Published by:News18 Gujarati
First published:June 05, 2021, 18:01 pm

ટૉપ ન્યૂઝ