કરોડપતિ મહિલાએ ડૉલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે ‘પતિ’ના મોત બાદ જીવી રહી છે વિધવાનું જીવન

બ્રિટનની કરોડપતિ મહિલા શેરોને ડૉલ્ફિન સાથે લગ્ન કરતાં ચકચાર મચી ગઈ હતી. (ફાઇલ તસવીર)

શેરોનને પહેલી જ નજરમાં નર ડૉલ્ફિન સિંડી સાથે પ્રેમ થઈ ગયો હતો, થોડા વર્ષો ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી દીધા હતા!

 • Share this:
  લંડન. આજના સમયમાં પ્રેમમાં છેતરપિંડી (Cheating In Love) સામાન્ય વાત થઈ ગઈ છે. લોકો ક્ષણભરમાં જ પોતાના પાર્ટનરને છેતરીને બીજે પ્રેમજાળ ફેલાઈ દે છે. દિલ તૂટવાની આ કહાણીઓ અને ઘટનાઓના કારણે અનેક લોકો એવા સંબંધોને પ્રાધાન્ય આપી રહ્યા છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા રહે જ નહીં. હાલમાં આવા અનેક મામલા સામે આવ્યા છે, જેમાં લોકો પોતાની જાત સાથે જ લગ્ન કરી દે છે. સાથોસાથ કેટલાક લોકો ડૉલ્સ (Dolls) સાથે પણ લગ્ન કરી લે છે. આ યાદીમાં બ્રિટનની શેરોન (Sharon Tendler)નું નામ પણ આવે છે. શેરોનને ડૉલ્ફિન (Dolphin) સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે લગ્ન પણ કરી દીધા. હવે પતિના નિધન બાદ તે એક વિધવા (Widow) તરીકેનું જીવન પસાર કરી રહી છે.

  26 વર્ષની શેરોને જ્યારે સૌથી પહેલા પોતાના પતિ સિંડી (Cindy) ને જોયો ત્યારે તેને અનુભવાયું કે તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે જ જિંદગી પસાર કરવા માંગે છે. શેરોનનો પ્રેમી સિંડન બ્રિટન નહીં, ઈઝરાયલ (Israel)માં રહેતો હતો. માત્ર સિંડીને મળવા માટે શેરોન અનેકવાર ઈઝરાયલના આંટા માર્યા. ત્યારબાદ 16 વર્ષ સુધી લૉન્ગ ડિસ્ટન્સ (Long Distance)માં રહ્યા બાદ અંતે કેટલાક અંગત લોકોની હાજરીમાં સિંડી સાથે લગ્ન કરી દીધા. પોતાના લગ્ન શેરોને વેડિંગ ગાઉન (Wedding Gown) પહેરીને કર્યા હતા. સાથોસાથ લગ્ન બાદ શેરોને આઇ લવ યૂ કહીને પોતાના પ્રેમની મહોર કિસ રૂપે સિંડીને આપી હતી.

  આ પણ વાંચો, ડૂબતી ‘યુવતી’ને બચાવવા રેસ્ક્યૂ ટીમે તમામ તાકાત લગાવી દીધી, બહાર કાઢતાં જ આંખો થઈ ગઈ પહોળી

  દુનિયાભરમાં થઈ લગ્નની ચર્ચા

  એક ડૉલ્ફિન સાથે લગ્ન કરવાની વાત સમગ્ર દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની. પોતાના લગ્નના દિવસે શેરોન ખૂબ જ સુંદર લાગતી હતી. ડૉલ્ફિન સિંડી પણ આ લગ્નથી ખૂબ ખુશ લાગી રહી હતી. બંનેએ દુનિયાની સામે પોતાનો પ્રેમનો એકરાર કર્યો. આ લગ્ન બાદ શેરોને કહ્યું હતું કે ડૉલ્ફિન સાથે લગ્ન કરવા પાછળનું કારણ છે કે તે ખરેખર તેને પ્રેમ કરે છે, જરુરી નથી કે પ્રેમ પુરુષ સાથે જ થાય. તે કોઈની સાથે પણ થઈ શકે છે. તેને સિંડી સાથે પ્રેમ થયો અને હવે તે તેની સાથે બહુ ખુશ છે.

  આ પણ વાંચો, રાહુલ ગાંધીનો આ ફોટો કેમ થયો Viral? પાછળ લટકતી ફોટો ફ્રેમમાં શું છે ખાસ?  પતિના નિધન બાદ શેરોન માનસિક રીતે ભાંગી પડી

  સિંડીનું નિધન 2006માં થયું હતું.સિંડીને પેટમાં કેટલીક સમસ્યાઓ થઈ ગઈ હતી. ત્યારબાદ 2006માં તેનું નિધન થયું હતું. પોતાના પતિના નિધનના સમાચાર સાંભળ્યા બાદ શેરોન માનસિક રીતે ભાંગી પડી હતી. તે ઘણા સમય સુધી આ આઘાતમાં જ રહી હતી. તેના ઘરના સભ્યોએ તેને બીજા લગ્ન કરવા માટે કહ્યું પરંતુ શેરોનનું કહેવું છે કે એક ડૉલ્ફિનની પત્ની છે અને તે હંમેશા સિંડીની જ રહેશે. આ લગ્નથી શેરોન ઘણી ચર્ચામાં આવી હતી. કરોડપતિ હોવા છતાંય શેરોને બીજા લગ્ન નથી કર્યા.
  Published by:Mrunal Bhojak
  First published: