ક્વૉરન્ટીન સેન્ટરમાં ‘ગાંજા પાર્ટી’, એક સાથે કશ ખેંચતા 5 યુવકોનો VIDEO VIRAL

News18 Gujarati
Updated: May 20, 2020, 11:08 AM IST
ક્વૉરન્ટીન સેન્ટરમાં ‘ગાંજા પાર્ટી’, એક સાથે કશ ખેંચતા 5 યુવકોનો VIDEO VIRAL
ગાંજાનો નશો કરતાં યુવકો પૈકી એકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ક્વૉરન્ટીન સેન્ટરમાં ખળભળાટ

ગાંજાનો નશો કરતાં યુવકો પૈકી એકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ક્વૉરન્ટીન સેન્ટરમાં ખળભળાટ

  • Share this:
સુબ્રત ગુહા, કટિહારઃ કોરોના મહામારી (Corona Epidemic)ને લઈ બિહારના પ્રવાસી શ્રમિકો માટે બનાવવામાં આવેલા ક્વૉરન્ટીન સેન્ટર્સ (Quarantine Center) અંદરની તસવીરો સતત લોકોને વિચલિત કરી રહી છે. ક્વૉરન્ટીન કરવાના નામે મોજ કરનારા મજૂરોની એક નવી તસવીર બિહારના જ કટિહાર (Katihar)થી સામે આવી છે. અહીં ક્વૉરન્ટીન સેન્ટર નશાખોરોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ ક્વૉરન્ટીન સેન્ટરની અંદર ગાંજાના કશ ખેંચતા લોકોનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેનાથી કટિહારમાં ક્વૉરન્ટીન વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

હાઈસ્કૂલમાં બનાવાયું છે ક્વૉરન્ટીન સેન્ટર

હાઈસ્કૂલમાં હાલ ક્વૉરન્ટીન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. તેના સાથે જોડાયેલો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ક્વૉરન્ટીનમાં રહેનારા લોકો મોટેથી વાગતાં સંગીતની સાથે ગાંજો પી રહ્યા છે. અગત્યની વાત એ છે કે સ્થાનિક સ્તરે પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં જોવા મળતા યુવકો જે ગાંજાના કશ મારી રહ્યા છે તેમાંથી એક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે. જોકે, News18 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.આ પણ વાંચો, Airtelનો ધમાકેદાર પ્લાન, કોઈ વધારાનો ચાર્જ આપ્યા વગર મેળવો વધારાનો 6GB ડેટા

સ્થાનિક લોકો કરી રહ્યા છે પુષ્ટિઆ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ગામમાં હોબાળો થઈ ગયો છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તા શેખ મુજફ્ફર આલમનું માનીએ તો વીડિયોમાં જોવા મળતા તમામ આ ગામના જ છે અને હાલમાં જ બહારથી આવ્યા બાદ તેમને બૈરિયા ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જોકે આ લોકો તમામ નિયમોને બાજુમાં રાખી હંમેશા સેન્ટરની બહાર પણ જતા રહે છે અને હવે નશાની મહેફિલ કરીને ગાંજા પાર્ટી કરી રહ્યા હતા.

આ પણ વાંચો, ચીનના વૈજ્ઞાનિકનો દાવો, વેક્સિન વગર ખતમ થઈ શકશે કોરોના વાયરસની મહામારી


First published: May 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading