OMG! પોલીસકર્મીએ જેલના કેદીને દાવત આપી, પછી થયા આવા હાલ


Updated: December 21, 2019, 9:50 PM IST
OMG! પોલીસકર્મીએ જેલના કેદીને દાવત આપી, પછી થયા આવા હાલ
પ્રતિકાત્મક તસવીર

કોર્ટમાં રજૂ કરવા માટે લઈ ગયેલા કેદીને છત ઉપર લઈ જઈને દાવત આપી હતી. જેની જાણ થતાં એસપીએ સિપાહીને સસ્પેન્ડ કર્યો હતો.

  • Share this:
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મૈનપુરી જિલ્લામાં જેલમાંથી કોર્ટમાં રજૂ થવા માટે આવેલા છેતરપિંડીના આરોપીને પોલીસ કર્મચારીએ (police man) દાવત આપી હતી. એસપીને (SP) આ અંગે કોઈએ મોબાઈલથી (mobile) જાણ કરી હતી. એસપીએ આરોપીને શોધખોળ શરૂ કરી દીધી હતી પરંતુ તેનો કોઈ જ ભાળ ન્હોતી મળી.

ત્યારબાદ એસપીએ પોલીસ કર્મીના મોબાઈલને ટ્રેસ કર્યો હતો. થોડા સમય બાદ પોલીસ કર્મી કોર્ટ પરિસરની નજીક દેખાયો હતો. તેની સાથે પૂછપરછ કરવામાં આવી તો તેણે સંતોષકારક જવાબ આપ્યો નહીં. એસપીએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. તેની સામે ખાતાકીય તપાસ પણ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રિવરફ્રન્ટ પર દીવાલ ધરાશાયી, બે મહિલા મજૂરના મોત, બે ઘાયલ

શનિવારે એસપીને ફોન ઉપર કોઈએ જાણકારી આપી હતી કે જિલ્લા જેલમાં બંધ છેતરપિંડીના આરોપી લેખપાલ પ્રદીપેન્દ્ર સિંહને કોર્ટમાં રજૂ કરવા લાવવામાં આવ્યો છે. પોલીસ લાઈન ઉપર ડ્યૂટી કરી રહેલો સિપાહી અવધેશ કુમાર તેને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ ગયો હતો.

આ પણ  વાંચોઃ-સરકારનો નવતર પ્રયોગઃ અમદાવાદમાં ગટરમાં ઠલવાતા પાણીને શુદ્ધ કરી સિંચાઈ માટે અપાશે

જાણકારી આપી કે સિપાહી પ્રદીપેન્દ્રને કોઈ છત ઉપર બેશાડીને દાવત ખવડાવી રહ્યો છે. આ જાણકારી મળતા જ એસપીએ પોતાની ટીમને કામે લગાડી દીધી હતી. અને આખા કોર્ટ પરિષરમાં તપાસ કરાવડાવી હતી. પરંતુ સિપાહી મળ્યો ન્હોતો. થોડા સમય પછી તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરવામાં આવી તો તે ભાગતો કોર્ટ પરિષરમાં આવ્યો હતો. અને પોતાની સફાઈ આપી હતી.આ પણ વાંચોઃ-ગુજરાતમાં 252 બાર એસો.ની ચૂંટણી યોજાઈ, મોડી રાત સુધી પરિણામ આવવાની શક્યતા

સતત બીજા દિવસે એસપીની કામગીરીથી હડકંપ
આ અંગે રિપોર્ટ મળ્યા પછી એસપીએ સિપાહી અવધેશને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. એસપીએ કહ્યું હતું કે, ખાતાકિય તપાસ પણ શરૂ કરવામાં આવે. સતત બીજા દિવસે એસપીની કાર્યવાહીથી વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આ પહેલા એસપીએ ફરિયાદી પાસેથી 8 હજાર રૂપિયાની લાંચ લેવા અંગે બે પોલીસ કર્મચારીઓને હાજર કર્યા હતા. આ સિપાહી સાથે સંકળાયેલા કેસની તપાસ સીઓ સિટીને સોંપવામાં આવી છે.

મૈનપુરના એસપી અજય કુમાર પાંડેયએ જણાવ્યું હતું કે, જેલમાં બંધ આરોપીને કોઈ છત ઉપર ખાવાનું ખવડાવાની જાણકારી મળી હતી. તપાસ કરવામાં આવી તો સિપાહી પહેલી દ્રષ્ટીએ દોષી નીકળ્યો હતો. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અને ખાતાકીય તપાસના આદેશ પણ આપ્યા છે.
First published: December 21, 2019, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading